Get The App

હું તો હાર્ડકોર સનાતની, ધર્મ પરિવર્તનનો સવાલ જ નથી : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કનેરિયાએ PM મોદી પાસે માંગી મદદ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પાક. ટીમ અને PCB પર ઠાલવ્યો ગુસ્સો કહ્યું ‘આ મિત્રતા પર બનાવેલી ટીમ છે’

હું હાર્ડકોર સનાતની, હિન્દુ સમુદાય માટે અવાજ ઉઠાવીશ, હું સનાતન ધર્મને ખુબ પ્રેમ કરું છું : દાનિશ કનેરિયા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News

હું તો હાર્ડકોર સનાતની, ધર્મ પરિવર્તનનો સવાલ જ નથી : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કનેરિયાએ PM મોદી પાસે માંગી મદદ 1 - image

નવી દિલ્હી, તા.26 ઓક્ટોબર-2023, ગુરુવાર

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા (Danish Kaneria)એ પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (PCB) પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઉપરાંત તેમણે પોતે સનાતની હિન્દુ હોવાનું પણ જણાવ્યું છે. કનેરિયાએ પાકિસ્તાની ટીમ સામે પણ ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે ભારતીય ટીમની પ્રશંસા કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને BCCI પાસે મદદ પણ માંગી છે. 

કનેરિયાએ પાકિસ્તાની ટીમ પર ઠાલવ્યો ગુસ્સો

દાનિશ કનેરિયાએ પીસીબી પર આક્ષેપો કરતા કહ્યું કે, આ મિત્રતા પર બનાવાયેલી ટીમ છે. મને મારા ટીમના કોઈપણ સભ્યએ સપોર્ટ કર્યો નથી. ઈન્ડિયામાં સૌપ્રથમ ટીમ હોય છે. ઉપરાંત તેમણે કહ્યું કે, હું હાર્ડકોર સનાતની છું અને હિન્દુ સમુદાય માટે અવાજ ઉઠાવીશ. તેમણે ડ્રેસિંગ રૂમના કલ્ચર અંગે પણ વાત કરી. દાનિશે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, તેમને નમાજ માટે પણ ફોન આવતા હતા.

‘તેઓ ક્યારેય મેદાનમાં નમાજ અદા કરતાં જોવા મળ્યા નથી’

કનેરિયાએ ટીવી ચેનલ આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારતમાં પણ ખેલાડીઓ પૂજા કરે છે, વિરાટ કોહલી-રોહિત શર્મા (Virat Kohli-Rohit Sharma) પણ પૂજા કરે છે. શમી અને મોહમ્મદ સિરાજ (Mohammed Shami and Siraj) પણ નમાજ અદા કરતા હશે, જોકે તેમણે આ લોકોની જેમ દેખાડો કર્યો નથી અને તેઓ ક્યારેય મેદાનમાં નમાજ અદા કરતાં જોવા મળ્યા નથી. ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે જય શ્રી રામના નારા અંગે કહ્યું કે, ‘તેમના કોચ કહે છે કે, દિલ-દિલ પાકિસ્તાનના નારા ન વાગ્યા, જય શ્રી રામના નારા વાગ્યા... સૌપ્રથમ હું તેમના જણાવવા માંગુ છું કે, જય શ્રી રામ એક ગ્રીટિંગ છે, તેઓ વેલકમ કરી રહ્યા છે.’

હિન્દુ સમુદાય માટે અવાજ ઉઠાવીશ : દાનિશ કનેરિયા

કનેરિયાએ વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાનમાં જે થઈ રહ્યું છે, તેનો રિપોર્ટ પણ ન થયો, હું તેમના માટે અવાજ ઉઠાવીશ... હું એક સનાતની છું અને હિન્દુ સમુદાય માટે અવાજ ઉઠાવીશ... હું ઈચ્છું છું કે, ઈન્ડિયાનો દરેક વ્યક્તિ અને મીડિયા આ અવાજ ઉઠાવે.’ કનેરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીસીસીઆઈને અપીલ કરી છે કે, તેઓ પ્રતિબંધ હટાવવામાં મદદ કરે.

હું હાર્ડકોર સનાતની છું : કનેરિયા

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કનેરિયાએ વધુમાં જણાવ્યું કે, જો મેં ધર્મ પરિવર્તન કર્યું હોત તો આજે મારી આ સ્થિતિ ન હતો... હું પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો હોત... હું સનાતન ધર્મને ખુબ પ્રેમ કરું છું. મારા માટે મારો ધર્મ જ બધુ છે. મને રોજગાર ન મળે, મને કંઈપણ ન મળે, ધર્મ છે તો બધુ જ છે.... મને ઘણીવાર કહેવામાં આવ્યું કે, ધર્મ પરિવર્તન કરી લો. મેં કહ્યું જય શ્રી રામ...

કનેરિયાએ PM મોદી અને BCCIને મદદ કરતા અપીલ કરી

ઉપરાંત દાનિશ કનેરિયાએ 2012ના સ્પોર્ટ ફિક્સિંગનો પણ ઉલ્લેખ કર્યો છે. કનેરિયાએ PM મોદી અને BCCIને કહ્યું કે, મારા પર 2012માં સ્પોર્ટ ફિક્સિંગ મામલે ECB (ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ) દ્વારા આજીવન પ્રતિબંધ લગાવાયો છે, તેને દૂર કરવામાં તેઓ મદદ કરે. આજતકે કનેરિયાએ ટાંકીને જણાવ્યું છે કે, ‘હું PM મોદી અને BCCIને વિનંતી કરું છું કે, ECB દ્વારા મારા પર લગાવાયેલ પ્રતિબંધોને હટાવવામાં મદદ કરે.’


Google NewsGoogle News