પૂર્વ નેવી ચીફ એડમિરલ રામદાસનું 90 વર્ષની વયે નિધન, 1971ના યુદ્ધમાં ભજવી હતી મોટી ભૂમિકા

એડમિરલ રામદાસના અંતિમ સંસ્કાર 16 માર્ચે હૈદરાબાદમાં કરાશે

તેઓ ડિસેમ્બર-1990થી સપ્ટેમ્બર-1993 સુધી નેવી ચીફ રહ્યા હતા

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
પૂર્વ નેવી ચીફ એડમિરલ રામદાસનું 90 વર્ષની વયે નિધન, 1971ના યુદ્ધમાં ભજવી હતી મોટી ભૂમિકા 1 - image


Former Navy Chief Admiral Ramdas Passes Away : ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ એડમિરલ (સેવાનિવૃત્ત) એલ.રામદાસનું સેનાની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. રામદાસે ડિસેમ્બર-1990થી સપ્ટેમ્બર-1993 સુધી નેવી ચીફ તરીકે સેવા આપી હતી.

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમના નેતૃત્વમાં આઈએનએસ બ્યાસે મહત્વની ભૂમિકા નિભાવી હતી. INS બ્યાસ પાકિસ્તાની નૌકાદળના વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોને અવરોધિત કરતી વખતે પૂર્વ પાકિસ્તાનમાંથી 90,000થી વધુ સૈનિકોને બહાર કાઢવાના ઇસ્લામાબાદના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

16 માર્ચે હૈદરાબાદમાં અંતિમ સંસ્કાર

તેમની પુત્રી સાગરી આર. રામદાસે કહ્યું કે, તેમને 11 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને શુક્રવારે સવારે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર 16 માર્ચે હૈદરાબાદમાં કરાશે. તેમણે 30 નવેમ્બર-1990ના રોજ 13માં નેવી ચીફ (CNS) તરીકે પદભાર સંભાળ્યો હતો અને 1993માં સેવાનિવૃત્ત થયા હતા. સેવાનિવૃત્ત બાદ તેઓ મહારાષ્ટ્રના અલીબાગમાં સ્થાયી થયા હતા.

1933માં મુંબઈના માટુંગામાં થયો હતો જન્મ

તેમનો જન્મ પાંચ સપ્ટેમ્બર-1933માં મુંબઈના માટુંગામાં થયો હતો. તેમણે દિલ્હીમાં પ્રેજન્ટેશન કૉન્વેન્ટ અને રામજસ કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ 1949માં દેહરાદુનમાં સશસ્ત્ર દળ અકાદમીના સંયુક્ત સેવા વિંગમાં સામેલ થયા અને સપ્ટેમ્બર 1953માં ભારતીય નૌસેનાના એક અધિકારી તરીકે નિમણૂક પામ્યા હતા.


Google NewsGoogle News