જમીન પચાવી પાડવા પૂર્વ મંત્રીનું કાવતરું, બનાવ્યું ફેક વસિયત, પૂર્વ ધારાસભ્ય સહિત 7 સામે કેસ દાખલ
Fake Property Will Of Former Minister : ચાર વખત ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રઘુવર દયાલ વર્માની જમીન કબજે કરવા માટે આરોપી દ્વારા નકલી વસિયતનામુ બનાવવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ બે વખત જમીનના વારસદાર હોવાના દસ્તાવેજ તૈયાર કરીને જમીન હડરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન તપાસ કરતા સમગ્ર હકિકતની જાણ થતાં આગ્રાના શાહગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. આશરે 70 કરોડની જમીન હડપવાના કેસમાં સપાના શિકોહાબાદના પૂર્વ ધારાસભ્ય ઓમપ્રકાશ વર્મા સહિત સાત લોકોની સંડોવણી હોવાનું જાણવા મળતાં શાહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ 70 કરોડની 28 વિધા જમીન હડપવાનો પ્લાન બનાવ્યો
17 જૂન 2011માં પૂર્વ મંત્રી રધુવર દયાલ વર્માનું મૃત્યું થયાના પાંચ વર્ષ પહેલા તેમના પત્નીનું મૃત્યું થયું હતું. તેમને સંતાનમાં કોઈ ન હોવાથી આરોપીએ પોતે વારસદાર તરીકેની ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે તેમની બહેનના પૌત્ર એડવોકેટ રાજેશ કુમાર વર્મા દ્વારા અરજી દાખલ કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા આશરે 70 કરોડની 28 વિધા જમીન હડપવાનો પ્લાન બનાવ્યો હતો. રાજેશ વર્માએ અરજીમાં લખાવ્યું હતું કે, ' પૂવ મંત્રી રઘુવર દયાલ વર્માના બે બહેનો ધનવંતી અને ભૂદેવી જ તેમના સાચા વારસાદર છે.' જેમાં રાજેશે આરોપ લગાવ્યાં હતા કે, ઓગસ્ટ 2011માં નાગલા પાઈમાના રહેવાસી શિવરામ સિંહ, વિજેન્દ્ર સિંહ અને તુર્ફાને પોતાને રઘુવર દયાલના વારસદાર હોવાનો દાવો કરી તાલુકામાં અરજી આપી હતી.
વિધાનસભામાંથી સહીનો નમુનો મંગાવી સચોટ તપાસ કરી
વસિયતનામા નોંધણી આઠ જુલાઈ 1981માં કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ખોટા દસ્તાવેજી પૂરાવા રજુ કરીને જમીન હડપવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે તાલુકા લેવલે તપાસ કરતાં આરોપીએ રઘુવર દયાલ અને તેજ બહાદુરની સહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલને લઈને કોર્ટના આદેશ મુજબ તપાસ કરતાં વસિયતનામાં આરોપીએ ખોટી સહી કરી હોવાનું સામે આવ્યું હતું. કેસમાં સચોટ તપાસ કરવા માટે રઘુવર દયાલના વિધાનસભામાંથી સહીનો નમુનો લેવામાં આવ્યો હતો. પીડિતાએ ડીસીપી સૂરજ કુમાર રાયને અરજી કરી તાલુકામાં પેન્ડિંગ કેસના નિકાલને લઈને કાગળો લખ્યો હતો. ત્યારબાદ તાલુકા કક્ષાએ કેસી નોંધીને આગાળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોણ-કોણ છે આરોપી
કેસમાં નાગલા પાઈમાના રહેવાસી શિવરામ સિંહ, વિજેન્દ્ર સિંહ, તુર્ફાન સિંહ, પૂર્વ ધારાસભ્ય ઓમપ્રકાશ વર્મા, નિહાલ, મોહન વર્મા, વિશંભર સિંહ, તત્કાલીન ડેપ્યુટી રજિસ્ટ્રાર અને કર્મચારી સહિતના નામ સામે આવ્યાં છે. પૂર્વ ધારાસભ્ય ઓમપ્રકાશ બનાવટી વસિયતનામા કેસમાં સાક્ષી રહ્યાં હતા.