મુઈજ્જુનું જુઠ્ઠાણું સામે લાવ્યાં માલદીવના નવા વિપક્ષી નેતા, ભારતીય સૈનિકો અંગેનો દાવો જુઠ્ઠો નીકળ્યો

અબ્દુલ્લા શાહિદે કહ્યું હતું કે પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા "હજારો ભારતીય સૈન્ય કર્મચારીઓ" વિશે કરવામાં આવેલા દાવા ખોટા

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
મુઈજ્જુનું જુઠ્ઠાણું સામે લાવ્યાં માલદીવના નવા વિપક્ષી નેતા, ભારતીય સૈનિકો અંગેનો દાવો જુઠ્ઠો નીકળ્યો 1 - image

મુઈજ્જુ અને અબ્દુલ્લા શાહિદ (Image : Twitter

)


Maldives and Muizzu News  | માલદીવના પૂર્વ વિદેશમંત્રી અને વિપક્ષના નવા નેતા અબ્દુલ્લા શાહિદે કહ્યું હતું કે પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા "હજારો ભારતીય સૈન્ય કર્મચારીઓ" વિશે કરવામાં આવેલા દાવા ખોટા છે. અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના નવા ચૂંટાયેલા પ્રમુખે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં આ માહિતી આપી હતી. 

પૂર્વ વિદેશમંત્રીએ કરી ટ્વિટ 

અબ્દુલ્લા શાહિદે ટ્વિટ કરતાં લખ્યું કે  "100 દિવસમાં આ વાત સ્પષ્ટ છે: "હજારો ભારતીય સૈન્ય કર્મચારીઓ" અંગે પ્રમુખ મુઇજ્જુનો દાવો તેમના જુઠ્ઠાણાનો જ એક ભાગ છે. વર્તમાન સરકાર તેના દાવાઓ અંગે કોઈ ચોક્કસ માહિતી આપી શકી જ નથી. અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી. સરકારના શાસનમાં પારદર્શકતા મહત્વની ભૂમિકા ભજવે છે અને સત્ય બહાર આવવું અત્યંત જરૂરી છે. 

મુઈજ્જુએ ભારતીય સૈનિકોને હટાવવા પર મૂક્યો હતો ભાર 

ઉલ્લેખનીય છે કે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા એ મુઈજ્જુની પાર્ટીનું મુખ્ય અભિયાન હતું. હાલમાં ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે HAL ધ્રુવ હેલિકોપ્ટર સાથે લગભગ 70 ભારતીય સૈનિકો માલદીવમાં તૈનાત છે. કાર્યભાર સંભાળ્યાના બીજા દિવસે જ મુઇજ્જુએ સત્તાવાર રીતે ભારત સરકારને માલદીવમાંથી પોતાના સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવી લેવા કહી દીધું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં મુઈજ્જુએ દાવો કર્યો હતો કે ભારત સરકાર સાથે વાતચીત બાદ સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવી લેવા સમજૂતી થઈ ગઇ છે.

મુઈજ્જુનું જુઠ્ઠાણું સામે લાવ્યાં માલદીવના નવા વિપક્ષી નેતા, ભારતીય સૈનિકો અંગેનો દાવો જુઠ્ઠો નીકળ્યો 2 - image



Google NewsGoogle News