પંજાબ: લુધિયાણામાં પૂર્વ મંત્રી જગદિશ સિંહ ગરચાના ઘરે થઈ લૂંટ, ઘરના નોકરે જ આપ્યો ઘટનાને અંજામ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
પંજાબ: લુધિયાણામાં પૂર્વ મંત્રી જગદિશ સિંહ ગરચાના ઘરે થઈ લૂંટ, ઘરના નોકરે જ આપ્યો ઘટનાને અંજામ 1 - image

Image Source: Twitter

- નોકરને 3 મહિના પહેલા જ કામ પર રાખવામાં આવ્યો હતો

લુધિયાણા, તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર

પંજાબના લુધિયાણામાં પૂર્વ મંત્રી ગજદિશ સિંહ ગરચાના ઘરે લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને તેમના નોકરે જ અંજામ આપ્યો હતો. ઘરે પૂર્વ મંત્રી જગદિશ સિંહ ગરચા, તેમની પત્ની, બહેન અને નોકરાણી હાજર હતા. નોકરે રાત્રે તમામને નશીલો પર્દાથ ભોજનમાં ખવડાવી દીધો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ નોકર ફરાર થઈ ગયો છે. પોલીસે તેની તલાશ હાથ ધરી છે. પૂર્વ મંત્રી સહિત તમામને બેભાન અવસ્થામાં લુધિયાનાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ મંત્રીનું નિવાસ પક્ખોવાલ રોડ પર છે. પોલીસ CCTV ફૂટેજ ચેક કરી રહી છે. જગદિશ સિંહ ગરચા શિરોમણિ અકાલી દળની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

ઘટના બાદ પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુ, એડિશનલ પોલીસ કમિશનર જસકિરણજીત સિંહ તેજા, એડીસીપી સુહેલ મીર ઘટનાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. હાલ ગરચાની કોઠીને સીલ કરી દેવામાં આવી છે. ફિંગર એક્સપર્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ક્લૂ એકત્ર કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, ટૂંક સમયમાં નોકર (ચોર)ની ધરપકડ કરી લેવામાં આવશે. 

CP સિદ્ધુએ જણાવ્યું કે, નોકરાણીના હોંશમાં આવ્યા બાદ તેમણે જણાવેયું કે, રાત્રે નોકરે એલગ-અલગ સમય પર તમામને ભોજન આપ્યું હતું. જેમ-જેમ પરિવારના સદસ્યો ખાતા ગયા તેમ-તેમ તમામ બેહોશ થઈને ઢળી પડ્યા.

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, નોકરને 3 મહિના પહેલા જ કામ પર રાખવામાં આવ્યો હતો. વેરિફિકેશન નહોતું થયુ. પોલીસ માટે હાલમાં નોકરનો ફોટો શોધવો મોટી ચેલેન્જ છે. કારણ કે તેની તસવીર કોઈની પાસે નથી. ફોરેન્સિક ટીમે ડિનરના સેમ્પલ પણ લઈ લીધા છે.


Google NewsGoogle News