પૂર્વ ન્યાયાધિશ અભિજીત ગંગોપાધ્યાય ભાજપમાં જોડાય તેવી શકયતા, ગઇ કાલ પદ પરથી આપ્યું હતું રાજીનામુ
ભ્રષ્ટાચાર વિરુધ લડવા માટે રાજકારણમાં આવવાનો નિર્ણય
૭ માર્ચના રોજ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ શકે છે
કોલકાતા,૫ માર્ચ,૨૦૨૪,મંગળવાર
પશ્ચિમ બંગાળ હાઇકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયે જસ્ટિસ પદેથી રાજીનામુ આપ્યા પછી ભાજપમાં જોડાવાનો સંકેત આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૭ માર્ચના રોજ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ શકે છે, ગંગોપાધ્યાયે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યા પછી કયા પક્ષમાં જોડાશે તેના સસ્પેન્સનો પણ અંત આવ્યો છે. રાજીનામુ આપતા પહેલા ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાયે ભ્રષ્ટાચાર વિરુધ લડવા માટે રાજકારણમાં આવવાનો નિર્ણય લઇ રહયા હોવાનું જણાવ્યું હતું.
તુલમૂલ કોગ્રેસના લોકસભાના સાંસદ કલ્યાણ બેનરજીએ ગત સોમવારે કથિત સ્કૂલ ભર્તી કૌભાંડ સંબંધિત કેસની સુનાવણી માટે હાઇકોર્ટની બચ સમક્ષ અપીલ કરી હતી. સ્કૂલ સેવા આયોગના તમામ મામલાઓમાં જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય દ્વારા આપવામાં આવેલા તમામ આદેશ રાજનીતિથી પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહી આદેશો રદ કરવાની પણ માંગ કરી છે.
સાંસદે પૂર્વ જજ ગંગોપાધ્યાય પર ન્યાયિક સેવામાં હોવા થતાં રાજકિય વ્યકિત જેવા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમના આદેશોને રાજકિય પ્રેરિત હોવાના આક્ષેપ કરીને પાછા ખેંચવા જણાવ્યું હતું. જો કે બંધોપાધ્યાયે છેલ્લા એક સપ્તાહમાં કોઇ નિર્ણય લીધો નથી તથા સોમવારે કોર્ટ કામગીરીના અંતિમ દિવસે પણ કોઇ ન્યાયિક આદેશ પારિત કર્યો નહી હોવાની સ્પષ્ટતા કરી હતી.