Get The App

પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુની રાજકારણની પીચ પર એન્ટ્રી, CM જગન મોહન રેડ્ડીની પાર્ટી જોડાયા

અંબાતી રાયડુ આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને મળ્યા હતા

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુની રાજકારણની પીચ પર એન્ટ્રી, CM જગન મોહન રેડ્ડીની પાર્ટી જોડાયા 1 - image


Ambati Rayudu joined YSR Congress : ભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ (Ambati Rayudu) રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી (Jagan Reddy)ની પાર્ટી YSRમાં જોડાઈ ગયા છે. 

અંબાતી રાયડુ YSR પાર્ટીમાં જોડાયા

37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSR)માં વિધિવત રીતે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અંબાતી રાયડુ આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને મળ્યા હતા, ત્યારે જગન મોહન રેડ્ડી ઇચ્છતા હતા કે રાયડુ આગામી ચૂંટણી લડે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ક્યાંથી મળશે. જો રાયડુ લોકસભા ચૂંટણી લડે છે તો તેને માછલીપટ્ટનમથી ટિકિટ આપવામાં આવી શકે છે, જો કે, આ અંગે પક્ષ દ્વારા નિર્ણય બાદમાં લેવામાં આવશે. 

રાયડુના ક્રિકેટ કરિયર પર નજર

અંબાતી રાયડુએ ભારત માટે રમતા 55 વનડેમાં 45.05ની એવરેજથી કુલ 1,694 રન બનાવ્યા છે જેમાં હાઈએસ્ટ સ્કોર 124 અણનમ રનનો રહ્યો છે. તેમણે વનડેમાં 3 સદી અને 10 ફિફ્ટી પણ ફટકારી છે. T-20 કરિયરની વાત કરીએ તો તેમણે 6 મેચમાં 10.50ની એવરેજથી માત્ર 42 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 97 મેચમાં 6,151 રન કર્યા છે. રાયડુએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  203 મેચમાં 28.05ની એવરજેથી 4348 રન બનાવ્યા હતા, જેમાં એક સદી ફટકારી છે અને 22 ફિફ્ટી ફટકારી હતી.

પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુની રાજકારણની પીચ પર એન્ટ્રી, CM જગન મોહન રેડ્ડીની પાર્ટી જોડાયા 2 - image


Google NewsGoogle News