શિમલા દુષ્કર્મ-હત્યા કેસ: હિમાચલના પૂર્વ IG સહિત આઠ પોલીસ કર્મીને આજીવન કેદ
Shimla News : હિમાચલના શિમલા જિલ્લાના કોટખાઈમાં બહુ ચર્ચીત ગુડિયા દુષ્કર્મ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સૂરજનું લોક-અપમાં મૃત્યું થયું, આ મામલે ચંદીગઢની સીબીઆઈ કોર્ટે આજે સોમવારે (27 જાન્યુઆરી) હિમાચલના પૂર્વ IG સહિત આઠ પોલીસ કર્મીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ગત 18 જાન્યુઆરીએ કોર્ટે હિમાચલના પૂર્વ IG ઝહૂર એચ ઝૈદી સહિત આઠ પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
IG સહિત આઠ પોલીસ કર્મીને આજીવન કેદ
શિમલા જિલ્લાના કોટખાઈમાં બહુ ચર્ચીત ગુડિયા દુષ્કર્મ હત્યા કેસ મામલે સીબીઆઈ કોર્ટે IG ઝહૂર એચ ઝૈદી સહિત અન્ય અધિકારીઓમાં ડીએસપી મનોજ જોશી, એસઆઈ રાજિન્દર સિંહ, એએસઆઈ દીપ ચંદ શર્મા, ઑનરેરી હેડ કોન્સ્ટેબલ મોહન લાલ અને સુરત સિંહ, હેડ કોન્સ્ટેબલ રફી મોહમ્મદ અને કોન્સ્ટેબલ રાનિત સટેટાનો સમાવેશ થાય છે. કોર્ટે અલગ અલગ કલમો હેઠળ અલગ અલગ સજા અને દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે તમામ આરોપીઓને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે, કોર્ટે આ કેસમાં પૂર્વ પોલીસ અધિક્ષક (એસપી) ડીડબ્લ્યુ નેગીને નિર્દોષ જાહેર કર્યા હતા.
સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ-હત્યાનો કેસ
આ પહેલા સીબીઆઈ કોર્ટે સોમવારની સવારે દોષિતોની છેલ્લી અપીલ સાંભળી હતી. કસ્ટોડિયલ ડેથનો આ કેસ કોટખાઈ વિસ્તારમાં 16 વર્ષની વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મ અને હત્યા સાથે સંબંધિત છે. આ કેસમાં ટ્રાયલ લગભગ આઠ વર્ષ સુધી ચાલી. આ સમયગાળા દરમિયાન સીબીઆઈએ સંપૂર્ણ તપાસ હાથ ધરી અને પોલીસ ટૉર્ચરના તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા. વર્ષ 2017માં ગુડિયા (કાલ્પનિક નામ) દુષ્કર્મની ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટનાના પોલીસે સૂરજ નામના આરોપી ધરપકડ કરી લેવામાં આવી હતી. આ પછી આરોપી સૂરજની કસ્ટોડિયલ ડેથ થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કુલ 9 પોલીસકર્મી આરોપી હતી, જેમાં એક પોલીસ અધિકારીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, 4 જુલાઈ, 2017માં વિદ્યાર્થિની સ્કૂલથી પોતાના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે આરોપીએ તેનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યો અને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હતી. જ્યારે 7 જુલાઈ, 2017ના રોજ ગુડિયાનો મૃતદેહ કોટખાઈના જંગલમાંથી મળી આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે તપાસના 2 દિવસ બાદ સ્થાનિક પોલીસે આ કેસ હિમાચલ પોલીસની સ્ટેટ SITને સોંપવામાં આવ્યો. એ સમયે શિમલાના IG ઝહૂર એચ ઝૈદીના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી હતી. આ મામલે SITએ રાજુ અને સૂરજ નામના 2 શખ્સોને ધરપકડ કરી હતી. પરંતુ સૂરજનું પોલીસ કસ્ટડિમાં મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: VIDEO : દિલ્હીમાં ચાર માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ, 20 લોકો દબાયા હોવાની આશંકા
જ્યારે સૂરજના મોત બાદ કાઈ ગડબડ થઈ હોવાનો સંદેહ થયો હતો. આ પછી 22 જુલાઈ 2017માં સીબીઆઈએ આ કેસ હાથમાં લીધો અને બાદમાં સૂરજના કસ્ટોડિયલ ડેથમાં ભૂમિકા બદલ IG ઝૈદી, ડીએસપી જોશી અને અન્ય પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.