Get The App

પૂર્વ મુખ્યમંત્રી સ્વ જય લલિતાનું ૨૭ કિલો સોનું અને ઝવેરાત તમિળનાડુ સરકારને સોંપાશે

૨૦૧૪માં જયલલિતાને સંપતિના ગુનામાં ૪ વર્ષની જેલ થઇ હતી

તમામ સંપતિ ન્યાયાલયના જાપતા હેઠળ કર્ણાટકના ખજાનામાં હતી

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
પૂર્વ મુખ્યમંત્રી સ્વ જય લલિતાનું ૨૭ કિલો  સોનું અને ઝવેરાત તમિળનાડુ સરકારને સોંપાશે 1 - image


ચેન્નાઇ,૨૦ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર 

તમિળનાડુના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જય લલિતા વિરુધ આવક કરતા વધુ સંપતિ રાખવાના એક કેસમાં બેંગ્લોરની વિશેષ અદાલતે ઝવેરાત અને સંપતિ સરકારને સોંપવાનો ચુકાદો આપ્યો છે. કરોડો રુપિયા અને મૂલ્યવાન ઘરેણામાં ૨૭ કિલોગ્રામ સોનું અને હીરાના આભૂષણનો સમાવેશ થાય છે. બાકીનું ૨૦ કિલો સોનું વેચવાની કે હરાજી કરવા પર વિચારણા થઇ હતી પરંતુ કેટલાક દાગીના જયલલિતાને પોતાની મા તરફથી પણ વારસામાં મળ્યા હતા. 

એડિશનલ સિટી સિવિલ અને સત્ર અદાલતના ન્યાયાધિશ એચ એ મોહને જયલલિતા પાસેથી જપ્ત કરાયેલો કિંમતી સામાન ૬ થી ૭ માર્ચ સુધીમાં  તમિલનાડુ સરકારને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આવકથી વધુ સંપતિની વસ્તુઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવાની જવાબદારી તમિળનાડુ સરકાર પર નાખી હતી. સુપ્રિમ કોર્ટેના નિર્દેશ પર કર્ણાટકમાં ટ્રાયલ આયોજીત કરવામાં આવ્યું હતું આથી જયલલિતાની તમામ સંપતિ ન્યાયાલયના જાપતા હેઠળ કર્ણાટકના ખજાનામાં હતા. 

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ વિશેષ અદાલતે આવક કરતા વધુ સંપતિ રાખવાના ગુનામાં જયલલિતાને ૪ વર્ષની જેલની સજા આપી હતી ઉપરાંત ૧૦૦ કરોડ રુપિયાનો દંડ કર્યો હતો. આ ચુકાદા સાથે એવો પણ નિર્દેશ કર્યો હતો કે જય લલિતાની જપ્ત કરવામાં આવેલી કિંમતી ચીજો હરાજીના માધ્યમથી ભારતીય રિર્ઝવ બેંક (આરબીઆઇ) કે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) ને વેચવી જોઇએ.



Google NewsGoogle News