Get The App

'એટલી બધી અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ઠીક નથી..' પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડનું વધુ એક નિવેદન ચર્ચામાં

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
'એટલી બધી અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ઠીક નથી..' પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડનું વધુ એક નિવેદન ચર્ચામાં 1 - image


D.Y Chandrachud on Freedom of Expression: ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી. વાય. ચંદ્રચૂડે શુક્રવારે અભિવ્યક્તિની સ્વતંત્રાના સંભવિત જોખમ પર ચિંતા વ્યક્ત કરી હતી. ચંદ્રચૂડે કહ્યું કે, જો તેને કોઈપણ રોક-ટોક વિના શરૂ રાખવામાં આવશે તો સમાજમાં વધારે સંસાધન અને શક્તિ રાખનાર લોકોને અન્ય કમજોર વર્ગોનો અવાજ દબાવવાની તક આપી શકે છે. કેરળ હાઈકોર્ટમાં 'બંધારણ હેઠળ બંધુત્વ - એક સમાવિષ્ટ સમાજની શોધ' વિષય પર ભાષણ આપતા સમયે ચંદ્રચૂડે કહ્યું કે, અસમાન સમાજમાં શક્તિશાળી લોકો પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કમજોર વર્ગની સામે કામ કરવા માટે કરી શકે છે. 

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં યુદ્ધ જેવી સ્થિતિ, 200 નક્સલીઓનો એકસાથે હુમલો, 4 કલાક સુધી ગોળીબાર થયો

અનિયંત્રિત અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાજમાં નફરત વધારી શકે છેઃ ચંદ્રચૂડ

ચંદ્રચૂડે કહ્યું, 'એક અસમાન સમાજમાં જેની પાસે શક્તિ છે તે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ એવી ગતિવિધિઓ વધારવામાં કરશે જે કમજોર વર્ગ માટે હાનિકારક હશે. જો અભિવ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોય તો વધારે સંસાધન અને શક્તિ ધરાવતા લોકો બીજાનો અવાજ દબાવી શકે છે. જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એક બંધારણીય ગેરંટી અને આકાંક્ષા છે, વળી તેની અનિયંત્રિત અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાજમાં નફરત ફેલાવનારી ભાવનાઓને વધારી શકે છે. આ નિવેદનો સમાજની સમાનતામાં વિક્ષેપ પાડી શકે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા બંધારણીય ગેરંટી અને આકાંક્ષા છે, પરંતુ જો આ નફરતભરી થઈ જાય, તો આ જ સ્વતંત્રતા સમાનતાને નષ્ટ કરી દેશે.'

આ પણ વાંચોઃ બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું મળ્યું, આ વાત સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી: જસ્ટિસ નરીમન

કમજોર વર્ગને થશે નુકસાનઃ ચંદ્રચૂડ

ચંદ્રચુડે વધુમાં જણાવ્યું કે, 'જો સમાજમાં તમામને સમાન રૂપે કોઈ અંતર વિના જોઈએ અને સંસાધનના અસમાન વિતરણને ઇગ્નોર કરીએ તો આ વધારે સંસાધન ધરાવતા લોકોને લાભ પહોંચાડશે અને કમજોર વર્ગને વધારે હાંસિયામાં ધકેલી દેશે. સમાનતા કમજોર વર્ગોની સ્વતંત્રતાને નષ્ટ કરી શકે છે. બંધુતા એક લોકતંત્રમાં મહાન સ્થિરતાનું બળ છે, જે તમામ માટે કામ કરે છે.'


Google NewsGoogle News