Get The App

કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન 1 - image


Buddhadeb Bhattacharjee passes away: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ માહિતી તેમના દીકરા સુચેતન ભટ્ટાચાર્યએ આપી હતી. 

80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પ.બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લાં મુખ્યમંત્રી હતા. તેમણે 2000થી 2011 દરમિયાન સતત 11 વર્ષ શાસન કર્યું હતું. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થયું હતું અને તેના કારણે તેમને વેન્ટીલેશન પર રખાયા હતા.

ભટ્ટાચાર્યનો જન્મ ઉત્તર કોલકાતામાં થયો હતો

ઉલ્લેખનીય છેકે ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે જાહેર જીવનથી દૂર હતા. તેમણે 2015માં સીપીઆઈ(એમ)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું અને 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ છોડી દીધું હતું. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ પહેલી માર્ચ, 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. બાદમાં તેઓ CPI(M)માં જોડાયા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા, જે સીપીઆઈની યુવા પાંખ છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ભળી ગઈ હતી.

આ પણ વાંચો : ભાજપને મોટું નુકસાન, 3 વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતાનું હાર્ટએટેકથી નિધન, શોકની લાગણી ફેલાઈ

કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન 2 - image


Google NewsGoogle News