લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપના કુટુંબમાં વધુ એક મોટી હસ્તી જોડાઈ, પૂર્વ વાયુસેના પ્રમુખના કેસરિયા
વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાઈ ગયાના અહેવાલ
Lok Sabha Elections 2024 : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં સામેલ થતા નેતાઓનો આંકડો વધતો જઇ રહ્યો છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નાના-મોટા નેતાઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન પૂર્વ વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા અને વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાઈ ગયાના અહેવાલ મળ્યાં છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં રાકેશ કુમાર અને વી પ્રસાદ રાવને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું.
અનુરાગ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા
આ દરમિયાન મંત્રી અનુરાગ ઠાકુર અને મહાસચિવ વિનોદ તાવડેએ બંને નેતાઓનું સ્વાગત કર્યું. અનુરાગ ઠાકુરે કહ્યું કે આર.કે.એસ. ભદૌરિયા અને વી પ્રસાદ રાવનું વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષમાં જોડાવાનું સ્વાગત છે. પૂર્વ એર ચીફ માર્શલ આર.કે. ભદૌરિયા આત્મનિર્ભર ભારતના અભિયાનમાં ખૂબ સક્રિય રહ્યા છે અને હવે તેમનું યોગદાન રાજકીય વ્યવસ્થામાં રહેવાનું છે. વી પ્રસાદ રાવ રાવ અંગે તેમણે કહ્યું કે પ્રસાદ રાવ મોદીના વિકસિત ભારતના સંકલ્પના સ્વપ્નને સાકાર કરવા ભાજપમાં જોડાયા છે. સરકારના વખાણ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે. આ જ કારણ છે કે આર.કે.એસ. ભદૌરિયા સર જેવા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.
શું બોલ્યાં પૂર્વ એરફોર્સ ચીફ...
ભાજપમાં જોડાયા બાદ પૂર્વ એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ કહ્યું કે વિકસિત ભારતનો આ સંકલ્પ વૈશ્વિક સ્તરે ભારતને એક અલગ ઓળખ અપાવશે. તેઓ વિકસિત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરશે. ભારતીય સેનાને મજબૂત અને આધુનિક બનાવવા માટે કરવામાં આવેલા કામથી ઘણી આત્મનિર્ભરતા આવશે. રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ કહ્યું કે મેં ભારતીય વાયુસેનામાં 40 વર્ષ કામ કર્યું છે.