Get The App

કોઈ વિદેશી આ 3 રાજ્યોમાં પરવાનગી વિના નહીં પ્રવેશી શકે, ગૃહ મંત્રાલયે 13 વર્ષ જૂનો નિયમ લાગુ કર્યો

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
Manipur Violence


Manipur Violence: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પડોશી દેશોના લોકોની ઘૂસણખોરીના કારણે સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને મણિપુરમાં 'પ્રોટેક્ટેડ એરિયા પરમિટ' સિસ્ટમ ફરીથી લાગુ કરી છે. ગૃહ મંત્રાયલ તરફથી એક નિવેદનમાં જાહેર કરાયું છે. જેમાં મંત્રાલયે જણાવ્યું કે, 'પ્રોટેક્ટેડ એરિયા પરમિટ ફરીથી દાખલ કર્યા પછી, મણિપુર આવતા વિદેશીઓની હિલચાલ પર કડક નજર રાખવામાં આવશે અને તેઓએ વિદેષી (પ્રોટેક્ટેડ એરિયા) ઓર્ડર 1958 મુજબ જરૂરી પ્રોટેક્ટેડ એરિયા પરમિટ (પીએપી) મેળવવાની જરૂર રહેશે.'

રાજ્ય સરકારે લોકોને સાવચેત રહેવા જણાવ્યું

ગૃહ મંત્રાલય અનુસાર, કેન્દ્રએ મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાં સંરક્ષિત વિસ્તાર પરમિટ સિસ્ટમ ફરીથી દાખલ કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે આ ચેતવણીને ધ્યાનમાં લીધી છે. જેને લઈને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે જણાવ્યું હતું કે, 'સેનાપતિ જિલ્લામાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોએ રોડ માર્ગે કાંગપોકપી જિલ્લામાંથી પસાર ન થવું જોઈએ.'

મણિપુરમાં મુખ્યમંત્રી એન. બિરેન સિંહ અને તેમના કેબિનેટ સભ્યોને નિશાન બનાવતી અપમાનજનક અને ધમકીભરી પોસ્ટને મંજૂરી આપવા અને ફેલાવવા બદલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ નિંગોમ્બમ ડીંગકુ (22), માલેમંગનબા લેથાંગબમ (21) અને થોંગમ રોમેન (39) તરીકે કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

કોઈ વિદેશી આ 3 રાજ્યોમાં પરવાનગી વિના નહીં પ્રવેશી શકે, ગૃહ મંત્રાલયે 13 વર્ષ જૂનો નિયમ લાગુ કર્યો 2 - image



Google NewsGoogle News