VIDEO : સેલ્ફી માટે 100 રૂપિયા વસૂલવા લાગી વિદેશી મહિલા, જબરદસ્ત કમાણી થવા લાગી
Image Source: Twitter
Foreign Woman Video: આપણે ઘણી વાર જોઈએ છીએ કે, લોકો વિદેશી પ્રવાસીઓ સાથે ફોટો ક્લિક કરવવા માટે ખૂબ જ આતુર હોય છે. પરંતુ ઘણી વખત ફોટોની વધુ ડિમાન્ડના કારણે પ્રવાસીઓ પરેશાન પણ થઈ જતા હોઈ છે. ત્યારે હવે તાજેતરમાં ફોટોની વધુ ડિમાન્ડના કારણે એક વિદેશી મહિલા ટુરિસ્ટે એક એવી તરકીબ શોધી કાઢી કે તેનાથી તેને જબરદસ્ત કમાણી પણ થવા લાગી.
હકીકતમાં આ વિદેશી મહિલાએ પોતાની સાથે સેલ્ફી લેવા માટે 100 રૂપિયાનો ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું. સેલ્ફીનો ચાર્જ લેવા માટે પહેલા તો મહિલાએ એક બોર્ડ બનાવ્યું. આ બોર્ડ પર લખ્યું હતું- '1 સેલ્ફી 100 રૂપિયા.'. આ બોર્ડને જોતા જ લોકો તેની સાથે સેલ્ફી લેવા પહોંચી ગયા. હવે આ વિદેશી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એક સેલ્ફીના 100 રૂપિયા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સેલ્ફીની ભારે ડિમાન્ડને જોતા મહિલાએ એક બોર્ડ બનાવ્યું જેના પર લખ્યું હતું કે '1 સેલ્ફી 100 રૂપિયા. ત્યારબાદ લોકો પોતે જ તેમની પાસે આવવા લાગ્યા અને 100 રૂપિયા આપીને સેલ્ફી લેવાનું શરૂ કર્યું. હવે મહિલાના આ નવા 'બિઝનેસ'નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ માત્ર કોમેન્ટ જ નથી કરી રહ્યા પરંતુ મોટી સંખ્યામાં શેર પણ કરી રહ્યા છે.
આ વીડિયો Angelinali777 યુઝરે શેર કર્યો છે. આ વિદેશી મહિલા પોતાના એકાઉન્ટ પર ટ્રાવેલ વીડિયો શેર કરતી રહે છે અને હવે તેનો આ વીડિયો ચર્ચામાં છે. મહિલાએ તેના એકાઉન્ટ પર ભારત પ્રવાસના ઘણા વીડિયો શેર કર્યા છે.
લોકો આ બિઝનેસ પ્લાનની પ્રશંસા કરી રહ્યા
જોકે, હજુ સુધી એ સામે નથી આવ્યું કે, આ વીડિયો ભારતમાં ક્યાંનો છે. વાયરલ વીડિયો પર એક યુઝરે લખ્યું કે, તેના પર 18 ટકા ટેક્સ પણ લગાવવો જોઈએ. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, 100ની આગળ વધુ એક ઝીરો લગાવી દેવો જોઈએ. આ સાથે જ લોકો આ બિઝનેસ પ્લાનની પ્રશંસા પણ કરી રહ્યા છે.