ગોવામાં ઈડલી અને સાંભારને કારણે વિદેશી પર્યટકો ઘટ્યાં, ભાજપના ધારાસભ્યનું ચોંકાવનારું નિવેદન
Goa News: ગોવામાં જાણીતા બીચ પર ઈડલી સાંભારના વેચાણને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ દાવો ભાજપના ધારાસભ્ય માઈકલ લોબોએ ગુરુવારે કર્યો હતો.
આ કારણે જ ગોવામાં ઈન્ટરનેશનલ ટુરિઝમમાં ઘટાડો થયો છે
ગોવાના કેલાંગુટ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા લોબોએ કહ્યું કે, ગોવાના લોકોએ તેમના બીચ શેક્સ અન્ય રાજ્યોના ઉદ્યોગપતિઓને ભાડે આપ્યા છે. બેંગલુરુના કેટલાક લોકો બીચ શેક્સમાં વડાપાઉ પીરસી રહ્યાં છે. તો કેટલાક ઈડલી-સાંભાર વેચી રહ્યાં છે. આ કારણે જ ગોવામાં ઈન્ટરનેશનલ ટુરિઝમમાં ઘટાડો થયો છે. દરિયાકાંઠાના પટ્ટામાં ઉત્તર હોય કે દક્ષિણ વિદેશી પર્યટકોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.
આ માટે દરેક વ્યક્તિએ જવાબદારી લેવી જોઈએ
આ માટે ઘણા પરિબણો જવાબદાર છે પરંતુ, હિસ્સેદાર તરીકે દરેક વ્યક્તિએ જવાબદારી લેવી જોઈએ. લોકપ્રિય દક્ષિણ ભારતીય નાસ્તાને કારણે પર્યટનમાં ઘટાડો કેવી રીતે આવ્યો તે વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી નહતી.