વિદેશી નાગરિકે તાજમહેલ સત્તાવાળાને છેતર્યા, ગજબનું કારસ્તાન કરી 1100નું કામ 50માં પતાવ્યું
જમીલ નામના વિદેશી પ્રવાસી માત્ર એક શબ્દ બોલ્યો અને હોશિયારોને ચૂનો લગાવી દીધો
Image Social Media |
તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર
તમને ખબર હશે કે પ્રવાસન સ્થળો પર ભારતીયો અને વિદેશીઓ માટે ટિકિટનો દર અલગ -અલગ હોય છે. પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે, તેમા એક વિદેશી પ્રવાસીએ ભારતીય બનીને ટિકિટ ખરીદી હતી. હકીકતમાં જમીલ નામનો એક વિદેશી નાગરિક ભારતીય જેવો દેખાય છે તેમજ થોડુ ઘણુ હિન્દી બોલતા પણ આવડે છે. હાલમાં તે આગ્રાના તાજમહેલમાં પહોચ્યો હતો. જ્યાં તાજમહેલમાં મુલાકાત માટે વિદેશીઓ માટે 1100 રુપિયા ચાર્જ છે અને ભારતીયો માટે 50 રુપિયાનો ચાર્જ છે, તેથી તેણે ચાલાકી વાપરીને ભારતીયોને મળનારી ટિકિટ ખરીદીને તાજમહેલવાળાને છેતર્યા હતા.
એ ક્યા દેશનો છે તે પ્રોફાઈલથી ખ્યાલ નથી આવતો, કદાચ તુર્કી નાગરિક છે
હકીકતમાં Jamil.GK-The Traveler નામનું એકાઉન્ટ ધરાવતો આ વિદેશી નાગરિક છે. અને Instagram પર @jamil.entertrainment હેન્ડલ પરથી ખ્યાલ આવે છે કે આ છે કોણ છે. આ વિદેશી પ્રવાસી છે અને વિવિધ દેશોમાં ફરે છે, હાલમાં તે ભારત આવ્યો છે. વાસ્તવમાં એ ક્યા દેશનો છે તે પ્રોફાઈલથી ખ્યાલ નથી આવતો, કદાચ તુર્કી નાગરિક છે.
ભારતીય બનીને ઓછા ભાવે ખરીદી ટિકિટ
વિદેશથી ભારતમાં ફરવા આવેલો આ પ્રવાસી હાલ આગ્રા તાજમહેલની મુલાકાતે આવ્યો હતો, અને ત્યા તેણે ભારતીય બનીને ભારતીય દરે ટિકિટ ખરીદી હતી. તમારી જાણ માટે કે પ્રવાસન સ્થળો પર ભારતીયો અને વિદેશીઓ માટેના ટિકિટનો દર અલગ -અલગ હોય છે. તાજમહેલના ટિકિટના દરની વાત કરીએ તો, ત્યાં ભારતીયો માટે ટિકિટ દર 50 રુપિયા છે જ્યારે વિદેશીઓ માટેનો ટિકિટ દર 1100 રુપિયા છે. SAARC અથવા BIMSTEC ના દેશોના નાગરિકો હોય તો તેમણે 540 રુપિયા ટિકિટ દર ચુકવવો પડે છે.
1100નું કામ માત્ર 50 રુપિયામાં પતાવ્યું
જમીલે તેના વીડિયોમાં કહ્યું છે તે પ્રમાણે, તે ભારતીય જેવો દેખાતો હોવાનો ફાયદો ટિકિટ ખરીદવા માટે કરવાનું મન થયું. ટિકિટ બારી પર જઈ પોતાના સ્માર્ટ બુદ્ધિનો ઉપયોગ કરી ટિકિટ ખરીદતી વખતે માત્ર એક જ શબ્દ બોલ્યા 'ટિકિટ'..... અને તેની ચાલાકી કામ આવી ગઈ. સામેથી કોઈ જ પ્રશ્ન પુછવામાં ન આવ્યો, અને 1100નું કામ માત્ર 50 રુપિયામાં પતી ગયુ. ભારતીયોના દરવાળી ટિકિટ મળી ગઈ. જમીલે તેના વીડિયોમાં કહે છે કે, હવે તો એ ફાઈનલ થઈ ગયું કે તે ભારતીય જેવો દેખાય છે. પરંતુ આ વીડિયો જોઈ ભારતીયોએ નારાજગી વ્યક્ત કરી છે. પોસ્ટને અત્યાર સુધી 89 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે.