mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

‘ઈન્દિરાએ ફરી PM બનતાં જ મારા પિતાને હટાવ્યા, પછી રાજીવે...’ જયશંકરે સંભળાવ્યો 43 વર્ષ જૂનો કિસ્સો

જયશંકરે બ્યૂરોક્રેટથી મિનિસ્ટર બનવા સુધીની તેમની સફર અંગે કહી મોટી વાત

ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ મારા પિતા સાથે અન્યાય કર્યો : જયશંકર

Updated: Feb 21st, 2023

‘ઈન્દિરાએ ફરી PM બનતાં જ મારા પિતાને હટાવ્યા, પછી રાજીવે...’ જયશંકરે સંભળાવ્યો 43 વર્ષ જૂનો કિસ્સો 1 - image

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર

ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે તેમણે મારા પિતાને કેબિનેટ સેક્રેટરી પદ પરથી હટાવી દીધા અને રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે મારા પિતાને સસ્પેન્ડ કરી જૂનિયર અધિકારીનું પદ સોંપ્યું હતું.

ઈન્દિરા-રાજીવે મારા પિતા સાથે અન્યાય કર્યો : જયશંકર

એસ.જયશંકરે આ કિસ્સો મંગળવારે શેર કર્યો હતો. જયશંકરે બ્યૂરોક્રેટથી મિનિસ્ટર બનવા સુધીની તેમની સફર અંગે કહી રહ્યા હતા. તેમના પિતા ડૉ.કે.સુબ્રમણ્યમ દેશના જાણીતા વ્યૂહાત્મક નિષ્ણાત અને પૂર્વ બ્યૂરોક્રેટ છે. જયશંકરે કહ્યું કે, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, બંનેએ મારા પિતા સાથે અન્યાય કર્યો.

મારા પિતા મારા માટે આદર્શ

એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, હું બ્યૂરોક્રેટ પરિવારમાંથી છું. મારા પિતા મારા માટે આદર્શ છે અને હું પણ તેમની જેમ શ્રેષ્ઠ બ્યૂરોક્રેટ બનવા ઈચ્છતો હતો. જયશંકરે પોતાના પરિવાર અને તેમના સપનાંઓ અંગે પણ ચર્ચા કરી હતી.

મારા પિતા ઈમાનદાર અને કડક અધિકારી હતા

તેમણે કહ્યું કે, મારા પિતા ઈમાનદાર અને કડક અધિકારી રહ્યા. તેઓ કદાચ નાની ઉંમરે બ્યૂરોક્રેટ્સ બની ગયા હતા. તેમણે 1979માં જનતા સરકાર સાથે શરૂઆત કરી હતી. બ્યૂરોક્રેટ બાદ તેઓ સચિવ પણ બન્યા અને તેઓ સંરક્ષણ ઉત્પાદન સચિવ પણ હતા. તે સમયે 1980માં જ્યારે ઈન્દિરા ગાંધીની ફરી સરકાર બની ત્યારે તેમણે મારા પિતાને પદ પરથી હટાવી દીધા હતા. ત્યાર બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે પણ આ સિલસિલો અટક્યો નહીં. જ્યારે રાજીવ ગાંધીની સરકાર બની ત્યારે તેમણે મારા પિતાને જૂનિયર અધિકારીમાંથી કેબિનેટ સચિવ બનાવી દીધા હતા.

Gujarat