આપણે પહેલીવાર એક વૈશ્વિક સંકટ વચ્ચે એકસાથે મળી રહ્યા છીએ: ડો. એસ જયશંકર
જી-20ની બેઠકમાં ખોરાક, ખાતર અને બળતણની સુરક્ષા વગેરે બાબતોનો સમાવેશ: વિદેશી મંત્રી
Image Twitter |
નવી દિલ્હી, તા.2 માર્ચ 2023, ગુરુવાર
આજે દિલ્હી ખાતે યોજાઈ રહેલ G-20 વિદેશી મંત્રીઓની બેઠકમા ભારતના વિદેશમંત્રી ડો.એસ જયશંકરે બેઠકમાં જણાવ્યુ કે આજના અમારા એજન્ડામાં ખોરાક, ખાતર અને બળતણની સુરક્ષા બાબતોની ચર્ચા સામેલ છે. જેમા વિકાસશીલ બની રહેલા દેશો અને તુટતા દેશોનો મુદ્દા સામેલ છે. દિલ્હી ખાતે G-20 ની બેઠકમાં વિદેશી મંત્રીની બેઠકમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ છે. G-20 વિદેશી મંત્રીઓની બેઠકની શરુઆત કરતા પહેલા તુર્કી અને સીરીયામાં આવેલા ભૂંકંપમા જે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે લોકો માટે એક મિનિટનુ મૌન રાખવામાં આવ્યું હતું.
આપણે પહેલીવાર વૈશ્વિક સંકટની વચ્ચે એકસાથે મળી રહ્યા છીએ. અને કેટલાક સંકટોનો સામનો કરી રહ્યા છીએ
G-20 ની વિદેશીમંત્રીઓની બેઠકમાં શક્તિશાળી દેશોના વિદેશી મંત્રીઓને સંબોધન કરતા ભારતના વિદેશમંત્રી ડો. એસ જયશંકરે કહ્યુ કે આપણે પહેલીવાર વૈશ્વિક સંકટની વચ્ચે એકસાથે મળી રહ્યા છીએ. અને આપણે ફરી કેટલાક સંકટોનો સામનો કરી રહ્યા છીએ. જેમાં કોવીડ મહામારી, નબળી પુરવઠા વ્યવસ્થા, સતત ચાલી રહેલા સંઘર્ષો, દેવુ વધવાની ચિંતા અને જળવાયુની ઘટનાઓ સામેલ છે. આ બધા મુદ્દાઓ પર વિચાર કરી શુ આપણે એક ના થઈ શકીએ. પરંતુ ખરેખર આપણા વિચારો અને દ્રષ્ટિકોણમાં મોટુ અંતર છે. પરંતુ ફરી આપણે એક સમાન દિશા-નિર્દશ હોવો જરુરી છે. એ એટલા માટે કારણ કે દુનિયા આપણી પર આશા છે.
આજના અમારા એજન્ડામાં ખોરાક, ખાતર અને બળતણની સુરક્ષા બાબતોની ચર્ચા
ભારતના વિદેશમંત્રી ડો. એસ જયશંકરે કહ્યુ કે, આજના અમારા એજન્ડામાં ખોરાક, ખાતર અને બળતણની સુરક્ષા બાબતોની ચર્ચા સામલ છે. જેમા વિકાસશીલ બની રહેલા દેશો અને તુટતા દેશોનો મુદ્દા સામેલ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ સાકાર થયા નથી અને તેના કારણોથી આપણે પરિચિત છીએ. જ્યા સુધી આપણે તેને ટાળતા રહીશુ. ત્યા સુધી બહુપક્ષીયતાની વિશ્વનિયતા ઘટતી જશે. પરંતુ વૈશ્વિક નિર્ણય લેવા માટે લોકશાહી હોવી જોઈએ. જો તેના ભવિષ્ય વિચારતા હોઈ તો આની પર વિચારવુ જોઈએ.
વિદેશમંત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે વર્તમાન વૈશ્વિક સંરચનાનો આ આઠમા દશકામાં છીએ. આ દરમ્યાન UN ના સભ્યોની સંખ્યા પડકારરુપ છે. આ આજની રાજનીતિ.અર્થશાસ્ત્ર, જનસંખ્યા અથવા આકાંશાને દર્શાવતી નથી. 2005 પછી અમે આમા સુધારો કરવા માટે ઉચ્ચ સ્તરે વિચાર કરવાનું સાભળ્યું છે.