Get The App

નરેન્દ્ર મોદીનો દબદબો તો દેખાયો પરંતુ..., લોકસભા ચૂંટણીના પરિણામો પર વિદેશી મીડિયાની ટિપ્પણી

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
નરેન્દ્ર મોદીનો દબદબો તો દેખાયો પરંતુ..., લોકસભા ચૂંટણીના પરિણામો પર વિદેશી મીડિયાની ટિપ્પણી 1 - image


Lok Sabha Elections 2024 : ભારતમાં લોકસભા ચૂંટણી 2024ના પરિણામો મોટાભાગે બહાર આવી ગયા છે. ભાજપ અને સહયોગી દળોની બહુમતી સાથે 272નો આંકડો પાર કરી લીધો છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારતીય ચૂંટણી પરનો રિપોર્ટ કરી રહ્યા છે. વિશ્વના કેટલાક દેશોની મીડિયા ચૂંટણી પરિણામો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક ન્યુઝ ચેનલે વાત કરતાં કહ્યું કે, ચૂંટણી પરિણામોએ મોદીની મોટી જીતની આશાઓ પર પાણી ફેરવી દીધુ છે. તો યુકેના સ્કાય ન્યૂઝે કહ્યું કે, ભાજપનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે નથી રહ્યું. ચૂંટણી પરિણામો પર અન્ય દેશોમાંથી પણ પ્રતિક્રિયા આવી રહી છે

વિદેશી અખબારોએ આપી પ્રતિક્રિયા 

ન્યુઝ ચેનલના એક રિપોર્ટ પ્રમાણે, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સત્તારૂઢ ભાજપની નજર ત્રીજી વખત સરકાર બનાવવા પર રહી છે. ન્યુઝ અખબારો કહે છે કે, વિવાદો છતાં નરેન્દ્ર મોદી ભારતના લોકપ્રિય નેતા છે. પાકિસ્તાનના અખબાર ડોને લખ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. બીબીસી અંગ્રેજીએ કહ્યું છે કે, ભારતમાં ચૂંટણી પરિણામોએ ભાજપની મોટી જીતની આશાને પાણી ફેરવી દીધું છે. નિક્કી એશિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી બહુમત તરફ આગળ વધ્યા, વિરોધ પક્ષોનું ગઠબંધન પાછળ રહ્યું. બાંગ્લાદેશના અખબાર ડેઈલી સ્ટારે તેની વેબસાઈટમાં રિપોર્ટમાં કહ્યું કે, ભાજપનું ગઠબંધન લગભગ 300 સીટો પર લીડ ધરાવે છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધને પણ જોરદાર તાકાત બતાવી છે. પાકિસ્તાનના ટ્રિબ્યુને કહ્યું છે કે, પરિણામોએ મોદી ગઠબંધનને તેનો દબદબો બતાવ્યો પરંતુ તેને મોટી જીત નથી મળી.

ચૂંટણી પરિણામોમાં NDAને બહુમતી મળી

લોકસભાની 543 બેઠકો થયેલી ચૂંટણી બાદ મતગણતરીમાં ચૂંટણીના વલણો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. પરિણામોમાં એનડીએને લગભગ 300 સીટો મળી રહી છે. એકલા ભાજપને 240 થી 245 બેઠકો મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને હરિયાણામાં ભાજપને મોટુ નુકસાન થઈ રહ્યું છે. જ્યારે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો દેખાય છે.પીએમ નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન 400 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. એક્ઝિટ પોલમાં પણ એનડીએ 400ની આસપાસ હોવાનું કહેવાયું હતું. જોકે પરિણામોમાં ભાજપ અને એનડીએને દાવા પ્રમાણે એટલી મોટી જીત મળી નથી.


Google NewsGoogle News