Get The App

હિમાચલમાં ૧૨૩ વર્ષોમાં ત્રીજી વાર ઓકટોબર મહિનો સૌથી શુષ્ક રહયો

લઘુતમ અને મહતમ તાપમાનમાં પણ અસામાન્ય ફેરફાર

સફરજન પીક કરવાની સિઝન ૧૫ થી ૨૦ દિવસ વહેલી આવી

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
હિમાચલમાં ૧૨૩ વર્ષોમાં ત્રીજી વાર ઓકટોબર મહિનો સૌથી શુષ્ક રહયો 1 - image


નવી દિલ્હી,૬ નવેમ્બર,૨૦૨૪,બુધવાર 

નવેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશમાં  અનેક સ્થળોએ તાપમાન શૂન્ય ડિગ્રી આસપાસ હોય છે તેના સ્થાને મહતમ તાપમાન ૨૪ થી ૨૯ ડિગ્રી જેટલું રહે છે. વર્તમાન સમયનું મહત્તમ તાપમાન ૩ થી ૪ ડિગ્રી વધારે છે. જયારે ન્યૂનતમ ૭ થી ૧૧ ડિગ્રી વધારે છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલપ્રદેશના સોલનમાં ૩૯, કાંગડામાં ૨૭.૬, ભૂંતરમાં ૩૦.૫ અને ઉનામાં તાપમાન ઓલ ટાઇમ હાઇ નોંધાયું છે.

પ્રદેશના સૌથી વધુ ઉંચાઇવાળા ક્ષેત્ર કલ્પામાં ૧૯૮૪માં સૌથી વધુ તાપમાન ૨૩.૬ ડિગ્રી છે. આ ઉપરાંત હિમાચલમાં ૧૨૩ વર્ષોમાં ત્રીજી વાર ઓકટોબર મહિનો સૌથી શુષ્ક રહયો છે. ઓકટોબરમાં સામાન્ય કરતા ૯૭ ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. સામાન્ય પરિસ્થિતિં ઓકટોબર મહિનામાં ૨૫ એમએમ એટલે કે ૧ ઇંચ આસપાસ વરસાદ થતો હોય છે. વર્તમાન ઓકટોબર માસમાં માત્ર ૦.૭ મિમી વરસાદ થયો છે. અગાઉ ૧૯૬૪માં ૦.૩ અને ૨૦૦૩માં ૦.૩ મિમી વરસાદ થયો હોવાની ઘટનાને બાદ કરતા ૧૦૦ વર્ષમાં આવું બન્યું નથી.

હવામાન સૂકુ અને ગરમ થવાથી બાગાયતી અને કૃષિપાકો પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને રવી સીઝનમાં ઘઉં, સરસવ અને ચણા જેવા પાકોના વાવેતર પર વિપરિત અસર જોવા મળી શકે છે. કેટલાક ઉંચાઇવાળા વિસ્તારોમાં સફરજન પીક કરવાની સિઝન ૧૫ થી ૨૦ દિવસ વહેલી આવી પડી છે. સૂકા હવામાનના લીધે કૃષિ પાકો ખાસ કરીને ફળઝાડના વિકાસ પર વિપરિત અસર જોવા મળી રહી છે. 


Google NewsGoogle News