૨૦૧૯ પછી ભારતમાં પહેલીવાર માણસમાં જોવા મળ્યું બર્ડ ફલુ સંક્રમણ
પોલ્ટ્રીફાર્મમાં કામ કરતા લોકોને બર્ડ ફ્લનું જોખમ સૌથી વધારે
પશ્ચિમ બંગાળમાં ૪ વર્ષનું બાળક બર્ડ ફ્લુ સંક્રમણનો ભોગ બન્યું
કોલકાત્તા,૧૨ જૂન,૨૦૨૪,ગુરુવાર
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બર્ડ ફલુ સંક્રમણ માણસમાં પણ આવ્યું હોવાની પુષ્ઠી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બર્ડ ફલુ વાયરસના કારણે પશ્ચિમ બંગાળમાં ૪ વર્ષનું સંક્રમણનો ભોગ બન્યું છે. એચ૯એન૨ વાયરસ આના માટે જવાબદાર છે. બાળકને તાવ તથા શ્વાસને લગતી સમસ્યા જોવા મળતી હતી. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ ભારતમાં વર્ષ ૨૦૧૯માં બર્ડ ફલુ સંક્રમણનો કેસ જોવા મળ્યો હતો એ પછી પહેલી વાર માણસમાં સંક્રમણ ધ્યાનમાં આવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ૭ જુનના રોજ ઓસ્ટ્રેલિયામાં અઢી વર્ષની બાળકીમાં એચ ફાઇવ એન વન બર્ડ ફૂલ સંક્રમણ થયું છે. તે ઓસ્ટ્રેલિયામાં આઇસીયુમાં સારવાર લઇ રહી છે. અઢી વર્ષની છોકરીએ તેના માતા પિતા સાથે થોડાક સમય પહેલા જ ભારતનો પ્રવાસ કર્યો હતો. બર્ડ ફલૂને એવિયન ઇન્ફલૂએન્ઝા પણ કહેવામાં આવે છે. એવિયન ઇન્ફલૂએંઝા ટાઇપ એ વાયરસ સંક્રમણના કારણે થાય છે.
સામાન્ય રીતે પક્ષીઓ અને પ્રાણીઓમાં સંક્રમણ જોવા મળે છે પરંતુ યોગ્ય પરિસ્થિતિમાં માણસ પણ સંક્રમણનો ભોગ બની શકે છે. પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા કે રહેતા લોકોને બર્ડ ફલુ વાયરસ સંક્રમણનું જોખમ વધારે રહે છે. આ બીમારી વાયરસથી પીડિત પક્ષીઓ કે તેના મળમૂત્રના સંપર્કમાં આવવાથી થાય છે. બાળકો અને વડિલોને આ બીમારીનો ખતરો સૌથી વધારે રહે છે.