જ્ઞાનવાપી પર પહેલીવાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'નંદી ભગવાન નિકળી ચૂક્યા છે, હવે...'
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી 2024 શનિવાર
બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ મામલે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે જ્ઞાનવાપીમાં નંદી ભગવાન નીકળી ચૂક્યા છે. શંકર જી નીકળવાના છે, એ નક્કી છે. જો ભાઈચારો ઈચ્છો છો તો જ્ઞાનવાપી અને મથુરા આપી દો ભાઈચારો જળવાઈ રહેશે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ કે મંદિર તોડીને જ્યારે મસ્જિદ બનાવી રહ્યા હતા તો સારુ લાગી રહ્યુ હતુ અને આજે જ્યારે મંદિરના સ્થાને મંદિર જ બની રહ્યુ છે તો ખરાબ લાગી રહ્યુ છે. પીઠાધીશે કહ્યુ કે અન્ય તમામ ધર્મોમાં ભલે તે પયગંબર હોય સૌએ પોતાને ભગવાનના મેસેન્જર ગણાવ્યા છે પરંતુ મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યુ હુ જ ભગવાન છુ.
બીજી તરફ કાશી વિશ્વનાથ મંદિરમાં આવતા શ્રદ્ધાળુ જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત તહેખાનાને જોવા માટે પણ લાઈનમાં ઊભા રહ્યા છે, જેને વારાણસીની એક કોર્ટના તાજેતરના આદેશ બાદ પૂજા-અર્ચના માટે ખોલી દેવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મંદિરના અધિકારી સ્થાનિક તંત્ર સાથે મળીને શ્રદ્ધાળુઓના દર્શન માટે સંચાલનમાં કાર્યરત છે.