પહેલીવાર એક જ વર્ષમાં 5 ભારત રત્ન એનાયતની જાહેરાત, વાંચો સમગ્ર લિસ્ટ

ચોક્કસ વર્ષમાં મહત્તમ ત્રણ સુધી ભારત રત્ન પુરસ્કારોની સંખ્યા મર્યાદિત છે

જો કે 1999 માં ચાર લોકોને અને આ વર્ષે પાંચ લોકોને એનાયત કરવામાં આવ્યા છે

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પહેલીવાર એક જ વર્ષમાં 5 ભારત રત્ન એનાયતની જાહેરાત, વાંચો સમગ્ર લિસ્ટ 1 - image


Bharat Ratna: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રીઓ પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહની સાથે સાથે કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવશે. તેના અગાઉ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર કર્પૂરી ઠાકોર અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી ચૂકી છે. પ્રથમ વખત એવું થઇ રહ્યું છે કે પાંચ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત થઇ છે. આ અગાઉ 1999માં ચાર લોકોને આપવામાં આવ્યા હતા.

53 લોકોને પ્રાપ્ત થયો છે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

પીવી નરસિમ્હા રાવ,ચૌધરી ચરણ સિંહ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત સાથે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓની સંખ્યા વધીને 53 થઈ ગઈ છે. વર્ષ  2019 માં પ્રણવ મુખર્જીને અને મરણોત્તર ભૂપેન્દ્ર કુમાર હજારિકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ 2020 થી 2023 વચ્ચે કોઈને પણ ભારત રત્ન આપવામાં આવ્યો નથી.

1954 માં બે નાગરિક પુરસ્કાર કર્યા સ્થાપિત

ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ભારત સરકારે 1954 માં બે નાગરિક પુરસ્કાર ભારત રત્ન અને પદ્મ વિભૂષણ સ્થાપિત કરવામાં આવ્યા હતા. પદ્મ વિભૂષણની ત્રણ શ્રેણી હતી પ્રથમ વર્ગ, બીજો વર્ગ અને ત્રીજો વર્ગ. બાદમાં 8 જાન્યુઆરી,1955 ને એક રાષ્ટ્રપતિ નોટીફિકેશનના માધ્યમથી તેનું નામ બદલીને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી કરી દેવાયો હતો. 

એક વર્ષમાં ત્રણ વ્યક્તિઓને મળે છે આ સન્માન

આ સન્માન એક વર્ષમાં ત્રણ વ્યક્તિઓને 2019, 1997, 1992, 1991, 1955 અને 1954 સહિત અનેક પ્રસંગોએ આપવામાં આવ્યું હતું. તે 2015, 2014, 2001, 1998, 1990, 1963 અને 1961 સહિત અનેક પ્રસંગોએ બે વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો છે. 

કઈ રીતે મળે છે ભારત રત્ન?

ભારત રત્ન માટે પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. ભારત રત્ન પુરસ્કારની સંખ્યા ત્રણ નક્કી કરવામાં આવે છે. જો કે 1999 માં ચાર લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે પાંચ લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો છે. અમુક વર્ષોમાં કોઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો નથી.   

કોને આપવામાં આવે છે ભારત રત્ન?

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવા કરી હોય તેવા મહાન વ્યક્તિત્વને આ સન્માન આપવામાં આવે છે. જો કે બાદમાં રમતગમત ક્ષેત્રમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારને ભારત રત્ન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓની યાદી

- એમએસ સ્વામીનાથન (2024)

- ચૌધરી ચરણસિંહ (2024)

- પીવી નરસિમ્હા રાવ (2024)

- કર્પૂરી ઠાકોર (2024)

- લાલકૃષ્ણ અડવાણી (2024)

- પ્રણવ મુખર્જી (2019)

- ભૂપેન હજારિકા (2019)

- નાનાજી દેશમુખ (2019)

- મદન મોહન માલવિયા (2015)

- અટલ બિહારી વાજપેયી (2015)

- સચિન તેંડુલકર (2014)

- સીએનઆર રાવ (2014)

- પંડિત ભીમસેન જોશી (2008)

- લતા દીનાનાથ મંગેશકર (2001)

- ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (2001)

- પ્રો. અમર્ત્ય સેન (1999)

- લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ (1999)

- લોકનાયક જયપ્રકાશ નારાયણ (1999)

- પંડિત રવિશંકર (1999)

- ચિદમ્બરમ સુબ્રમણ્યમ (1998)

- મદુરાઈ સન્મુખા દિવુ સુબ્બુલક્ષ્મી (1998)

- ડૉ. અબુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (1997)

- અરુણા અસફ અલી (1997)

- ગુલઝારી લાલ નંદા (1997)

- જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (1992)

- મૌલાના અબુલ કલામ આઝાદ (1992)

- સત્યજીત રે (1992)

- રાજીવ ગાંધી (1991)

- સરદાર વલ્લભભાઈ પટેલ (1991)

- ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (1990)

- ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા (1990)

- મરુદુર ગોપાલન રામચંદ્રન (1988)

- ખાન અબ્દુલ ગફાર ખાન (1987)

- આચાર્ય વિનોબા ભાવે (1983)

- મધર ટેરેસા (1980)

- કુમારસ્વામી કામરાજ (1976)

- વરાહગીરી વેંકટ ગીરી (1975)

- ઇન્દિરા ગાંધી (1971)

- લાલ બહાદુર શાસ્ત્રી (1966)

- ડૉ. પાંડુરંગ વામન કાણે (1963)

- ડો. ઝાકિર હુસૈન (1963)

- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1962)

- ડૉ. બિધાનચંદ્ર રોય (1961)

- પુરુષોત્તમ દાસ ટંડન (1961)

- ડૉ. ધોંડે કેશવ કર્વે (1958)

- પં. ગોવિંદ બલ્લભ પંત (1957)

- ડૉ. ભગવાન દાસ (1955)

- જવાહરલાલ નેહરુ (1955)

- ડૉ. મોક્ષગુંડમ વિવેશ્વરાય (1955)

- ચક્રવર્તી રાજગોપાલાચારી (1954)

- ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન (1954)

- ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

પહેલીવાર એક જ વર્ષમાં 5 ભારત રત્ન એનાયતની જાહેરાત, વાંચો સમગ્ર લિસ્ટ 2 - image


Google NewsGoogle News