15 ઓગસ્ટના ભાષણ માટે પીએમ મોદીએ દેશના લોકો પાસે માંગ્યા સૂચનો
નવી દિલ્હી,તા.30 જુલાઈ 2021,શુક્રવાર
પીએમ મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણ માટે દેશના લોકો પાસે સૂચન માંગ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, લોકો MyGov પર પોતાના સૂચનો મોકલી શકે છે અને જે વિચારો સારા હશે તેને લાલ કિલ્લા પરથી હું દેશના લોકો સમક્ષ મુકીશ.
પીએમ મોદી છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના ભાષણ માટે લોકો પાસે સૂચનો માંગતા રહ્યા છે. આ વર્ષે પણ પીએમ મોદીએ ન્યૂ ઈન્ડિયા માટે લોકો પાસે ઈનપુટ મંગાવ્યા છે. આ પૈકીના કેટલાક વિચારોને તેઓ પોતાના ભાષણમાં સામેલ કરશે.
આ પહેલા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશની સ્વતંત્રતાના 75મા વર્ષે વધારેને વધારે લોકો રાષ્ટ્રગીત ગાય તેવી ઈચ્છા છે. આ માટે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા એક વેબસાઈટ પણ બનાવવમાં આવી છે.જેનુ નામ rashtragaan.in છે. આ વેબસાઈટ પર લોકો રાષ્ટ્રગીત ગાઈને રેકોર્ડ કરી શકશે. પીએમ મોદીએ દેશવાસીઓને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પણ અપીલ કરી છે.