જાણી લો પ્લેટફોર્મ ટિકિટનો નિયમ, સમય કરતા વધુ રોકાશો તો થશે મોટો દંડ
જો કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની ટિકિટ લઈને સ્ટેશનમાં દાખલ થાય ત્યારથી તેને 2 કલાકનો સમય મળે છે
Image Railway |
તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર
Railway Update : જ્યારે પણ આપણા કોઈ ફેમિલી મેમ્બરને બહાર જવાનું હોય કે જ્યારે આપણા કોઈ સંબંધી બહારથી આવવાના હોય અને આપણે તેને રિસીવ કરવા રેલવે સ્ટેશન પર જઈએ ત્યારે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ લેવાની ફરજીયાત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ પ્લેટફોર્મ ટિકિટ પર કોઈ વ્યક્તિ કેટલીવાર રેલવે સ્ટેશનની અંદર રોકાઈ શકે છે ? જો કોઈ નક્કી કરેલા સમય કરતાં વધારે રોકાય તો તેને દંડ ભરવો પડશે.
પ્લેટફોર્મ ટિકિટ પર સમય, તારીખ અને સ્ટેશનના નામ સાથે સાથે એ કેટલા સમય માટે વેલિડ છે તે દર્શાવેલ હોય છે
આવો આજે તેના વિશે આપણે વિસ્તારપુર્વક જાણીએ. પહેલા તો પ્લેટફોર્મ ટિકિટ ઓનલાઈન નહોતી મળતી, પરંતુ હવે તો ઓનલાઈન પણ મળી રહે છે. પરંતુ તેના માટે તમારે રેલવેની UTS એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરેલી હોવી જોઈએ. જે દ્વારા તમે ઓનલાઈન પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકો છો. પરંતુ મહત્વની વાત એ છે કે આ ટિકિટ પર સમય, તારીખ અને સ્ટેશનના નામ સાથે સાથે એ પણ જાણકારી આપવામાં આવેલી હોય છે કે તે ટિકિટ કેટલા સમય માટે માન્ય રહેશે. સામાન્ય રીતે મોટા સ્ટેશનો પર આ ટિકિટ 2 કલાક માટે જ માન્ય હોય છે.
2 કલાક વધુ સમય રોકાશો તો થશે આટલો દંડ
જો કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની ટિકિટ લઈને સ્ટેશનમાં દાખલ થાય ત્યારથી તેને 2 કલાકનો સમય મળે છે. જો 2 કલાકથી વધારે સમય સુધી અંદર રોકાય તો તેને બહાર નિકળતી વખતે 250 રુપિયાનો દંડ ભરવો પડશે. આ દંડ સાથે તેને નજીકના સ્ટેશન સુધીનું ભાડુ પણ આપવુ પડશે. એટલે જો 2 કલાકથી વધારે સમય થયા પછી તે વ્યક્તિને 250 + નજીકના સ્ટેશનનું ભાડુ ચુકવવું પડશે.