Get The App

ફૂડ પેકેટ પર હવે ખાંડ, મીઠું, ચરબીની ડિટેલ મોટા અક્ષરોમાં લખવી પડશે, FSSAIએ લાગુ કર્યા નવા નિયમ

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
ફૂડ પેકેટ પર હવે ખાંડ, મીઠું, ચરબીની ડિટેલ મોટા અક્ષરોમાં લખવી પડશે, FSSAIએ લાગુ કર્યા નવા નિયમ 1 - image


Image: Freepik

FSSAI Directions for Packaged Food Items: ભારતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર નજર રાખનારી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પેકેજ્ડ ફૂડ આઈટમ વેચતી કંપનીઓ માટે નવા દિશા નિર્દેશ જારી કરવાનો નિર્ણય કર્યો છે. FSSAI પેકેટ વાળા ખાદ્ય પદાર્થોમાં મીઠું, ખાંડ અને સેચ્યુરેટેડ ફેટ વિશે જાણકારીને બોલ્ડ અક્ષરોમાં છાપવાને જરૂરી બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

6 જુલાઈએ થયેલી બેઠકમાં FSSAI એ આ નિર્ણય લીધો છે કે પેકેજ્ડ ફૂડ આઈટમમાં હવે પોષણ સંબંધિત તમામ જાણકારી જેમ કે મીઠું-ખાંડનું પ્રમાણ વગેરેને યોગ્યરીતે લેબલ કરવું જરૂરી છે. FSSAI એ એ સ્પષ્ટ કરી દીધું છે કે પોષણ સંબંધિત જાણકારીને બોલ્ડ લેટર્સમાં છાપવાની સાથે જ હવે કંપનીઓને તેને મોટા ફોન્ટમાં પણ છાપવી પડશે. આ માટે FSSAI તરફથી ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવશે. મામલા પર તમામ પક્ષો તરફથી પ્રસ્તાવની મંજૂરી લેવામાં આવશે.

નિયમો બદલવા પાછળ છે આ કારણ

આ મામલે ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરીને ફૂડ રેગ્યુલેટર તમામ પક્ષોથી તેમના સૂચન માગશે. તમામ સૂચનમાંથી અમુકને તેમાં સામેલ કરવામાં આવશે. તે બાદ નોટિફિકેશન જારી કરીને તેને કાયદો બનાવી દેવામાં આવશે. FSSAI એ પોતાની 44મી મીટિંગમાં ચેરમેન અપૂર્વ ચંદ્રાની હાજરીમાં આ નિર્ણય લીધો છે. 

FSSAIએ નિવેદન આપતાં કહ્યું કે નિયમોમાં ફેરફાર ગ્રાહકોના હિતને જોતાં કરવામાં આવી રહ્યો છે. તેનાથી ગ્રાહકોને કોઈ પણ પ્રોડક્ટની ન્યૂટ્રિશનલ વેલ્યૂને સમજવામાં મદદ મળશે. તે સમજી શકશે કે તેમને તે પ્રોડક્ટ ખરીદવી છે કે નહીં. આ સાથે જ તેનાથી ખાણી-પીણીની સાથે જોડાયેલી બીમારીઓને રોકવામાં પણ મદદ મળશે.

ગ્રાહકોને ફાયદો થશે

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિના પેકેજ્ડ ફૂડ આઈટમ્સમાં મીઠું અને ખાંડના પ્રમાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લાંબા સમયથી આ માગ કરવામાં આવી રહી હતી કે કંપનીઓ ખાંડ, મીઠું અને ટ્રાન્સ ફેટ જેવી જરૂરી જાણકારીઓને બોલ્ડ અક્ષરોમાં પેકેજ્ડ ફૂડ આઈટમ પર નોંધે. તેનાથી ગ્રાહકોને ખાદ્ય પદાર્થોની ન્યૂટ્રિશનલ વેલ્યૂ વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે.


Google NewsGoogle News