Get The App

ફૂડ ડિલીવરી બોય અને કેબ-ઓટો ડ્રાઈવરને 10 લાખનો સ્વાસ્થ્ય વીમો, તેલંગાણાના CMની મોટી જાહેરાત

રેવંત રેડ્ડીએ રાજ્યમાં કાર્યરત શ્રમિકો માટે પણ 5 લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરવાની જાહેરાત કરી

સીએમ રેડ્ડીએ બધાની સાથે તેમના રોજિંદા કામમાં આવતી સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરી

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
ફૂડ ડિલીવરી બોય અને કેબ-ઓટો ડ્રાઈવરને 10 લાખનો સ્વાસ્થ્ય વીમો, તેલંગાણાના CMની મોટી જાહેરાત 1 - image


Telangana CM Revanth Reddy Big Announcement: તેલંગાણામાં કોંગ્રેસની સરકારના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યમાં કામ કરતાં ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષાચાલકોને એક ખાસ ભેટ આપી છે. સીએમ રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂ. 10 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે. 

શ્રમિકો માટે પણ મોટી જાહેરાત 

રેવંત રેડ્ડીએ રાજ્યમાં કાર્યરત શ્રમિકો માટે પણ 5 લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સીએમ રેડ્ડીએ OLAની જેમ જ એક એપ લોન્ચ કરવાનું વચન આપ્યું છે, જે ટી-હબ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ જાહેરાત કરી

મુખ્યમંત્રી રેડ્ડીએ નામપલ્લી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ફૂડ ડિલિવરી બોય, શ્રમિકો, કેબ અને ઓટો રિક્ષા ચાલકો સાથેની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી. આ મુલાકાતમાં સીએમ રેડ્ડીએ બધાની સાથે તેમના રોજિંદા કામમાં આવતી સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરી હતી. દરેકની સમસ્યાઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીની કંપનીઓને કડક સૂચના

તમામ કંપનીઓને સૂચના આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નફા પર નજર રાખવા ઉપરાંત કંપનીઓએ શ્રમિકો  અને કર્મચારીઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. સીએમએ એમ પણ કહ્યું હતું કે જે કોઈ કંપની લેવડ-દેવડની નીતિઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે અને ગોટાળા કરતી પકડાશે તેની સામે સરકાર કડક પગલાં ભરવામાં જરાય વિચારશે નહીં ભલે પછી તે ગમે તેટલી મોટી કંપની કેમ ન હોય. 

ફૂડ ડિલીવરી બોય અને કેબ-ઓટો ડ્રાઈવરને 10 લાખનો સ્વાસ્થ્ય વીમો, તેલંગાણાના CMની મોટી જાહેરાત 2 - image


Google NewsGoogle News