ખાણી-પીણીમાં 60-70%નો ઘટાડો ! કેન્દ્ર સરકાર એરપોર્ટ પરના મુસાફરો માટે લાવી નવી યોજના
Food-Drinks Will Be Available Cheaper At The Airport : કેન્દ્ર સરકારે એરપોર્ટ પરના મુસાફરોને અપાતી મોંઘી ખાણી-પીણીમાં 60-70% રાહત આપવાની જાહેરાત કરી છે. આ માટે ભારતીય એરપોર્ટ ઓથોરિટી (AAI)એ એક મહત્ત્વની યોજના પર કામ કરી રહી છે. આ મુજબ તમામ એરપોર્ટ પર એક અલગથી સસ્તી ખાણી-પીણીનું ઝોન બનાવવામાં આવશે. આ ઝોન પરથી મુસાફરો સસ્તામાં સામાન ખરીદી શકશે.
હવે ચા માટે નહીં ખર્ચવા પડે 125-200 રૂપિયા
એએઆઈના અધિકારીઓએ કહ્યું કે, ‘આ આઉટલેટ્સ લગભગ 60-70 ટકા સસ્તા ભાવે ખાણી-પીણીનો સામાન મળશે. હાલના સમયમાં એરપોર્ટ પર એક ચાનો કિંમત લગભગ 125-200 રૂપિયા છે. જોકે સસ્તા ઝોનમાં ચા 50-60 રૂપિયામાં વચ્ચે મળશે.
મુસાફરોની સુવિધા ઘટશે
આ સાથે અધિકારીઓએ એવું પણ કહ્યું છે કે, ‘ખાણી-પીણી સસ્તા કરવાની સાથે મુસાફરોની સુવિધામાં પણ ઘટાડો થશે. મોંઘી રેસ્ટોરન્ટ જેમ સર્વિસ અને કોન્ટીટીમાં અંતર હશે. એટલે કે બેસીને ખાણી-પીણીની મોજ માણવાના બદલે સ્ટેન્ડિંગ ટેબલ હશે. નાના કપ અથવા ગ્લાસમાં ચા આપવામાં આવશે. ફુલ ભોજનને બદલે કોમ્પેક્ટ ભોજન અપાશે. આ ઉપરાંત પેકિંગની બેઝિક ક્વોલિટીમાં સામાન અપાશે.
આ પણ વાંચો : અમદાવાદ રેલવે સ્ટેશન પર રીપેરીંગની કામગીરીને પગલે પાંચ ટ્રેનનો થશે અસર
નાગરિક ઉડ્ડયન મંત્રીએ મુસાફરોની દુવિધા દૂર કરવા ત્રણ બેઠકો કરી
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને કોચ્ચી એરપોર્ટ પરના સ્થાનિક ફ્લાઈટના ડિપાર્ચર એરિયામાં ઝોન બનાવાશે. અહીં સસ્તા ભાવના ખાણી-પીણીના 6-8 આઉટલેટ શરૂ કરાશે. એરપોર્ટ પર મોંઘાભાવે સામાન વેચાતો હોવાની અનેક ફરિયાદો આવી હતી. ત્યારબાદ આ સમસ્યાનો નિવડે લાવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂએ છેલ્લા બે મહિનામાં ત્રણ બેઠકો કરી હતી. જેમાં ભારતીય એરપોર્ટ ઓથોરિટી, એરપોર્ટનું સંચાલન કરતી કંપનીઓ તેમજ એરપોર્ટ પર ખાણી-પીણીના આઉટલેટ ચલાવતી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ એરપોર્ટ પર સસ્તી ખાણી-પીણીના ઝોન બનાવવા આદેશ
બેઠક બાદ નિર્ણય કરાયો છે કે, જે એરપોર્ટનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં સ્થાનિક વિમાનના સંચાલનવાળા ભાગમાં એક ઝોન બનાવાશે અને તેને ‘ઈન્ટરીઝ’ અથવા ‘લાઈટ પે એરિયા’ તરીકે ફરજિયાતપણે વિકસાવાશે. આ ઉપરાંત હાલના તમામ એરપોર્ટના સ્થાનિક વિમાનના સંચાલનવાળા એરિયામાં પણ આવા ઝોન બનાવવામાં આદેશ અપાયા છે. અધિકારીઓએ એવું પણ કહ્યું છે કે, ઝોનમાં માત્ર ખાણી-પીણીની જ સુવિધા મળશે. ત્યાં કપડાં, રમતકડાં, મોબાઈલ સ્ટોર અથવા અન્ય ખરીદીના આઉટલેટ નહીં હોય. અમારો હેતુ મુસાફરોને સસ્તા ભાવે ખાણી-પીણીની સુવિધા આપવાનો છે, જે એક જરૂરીયાતનો ભાગ છે.