'ખેડૂતોથી જોડાયેલા મુદ્દાઓ પર સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે', નાણામંત્રીનું મહત્વનું નિવેદન

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
'ખેડૂતોથી જોડાયેલા મુદ્દાઓ પર સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે', નાણામંત્રીનું મહત્વનું નિવેદન 1 - image


Farmers Protest : ખેડૂત આંદોલનને લઈને હજારની સંખ્યામાં ખેડૂતો શંભૂ બોર્ડર પર ઉમટ્યા છે અને દિલ્હી કૂચના પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ચાલી રહેલી વાતચીત અંગે અપડેટ આપી હતી.

નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે મંત્રીઓની ત્રણેય સભ્યોવાળી કમિટી બનાવી છે અને ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોની આવક વધારવા માટે તમામ જરૂરી પગલા ભર્યા છે અને તેઓ નાનામાં નાના ખેડૂતો માટે પણ કામ કરી રહ્યા છે. યૂરિયાનું મૂલ્ય 300 રૂપિયાથી વધીને 3,000 રૂપિયા સુધી પહોંચ્યું છે, પરંતુ આજે પણ ખેડૂત આને 300 રૂપિયામાં ખરીદી રહ્યા છે કારણ કે સરકારે તેની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી છે. અમે ખેડૂતોથી જોડાયેલા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ.

ખેડૂતોની માંગ પર વિચાર કરે કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી

સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને અરજી દાખલ કરાઈ છે. અરજીમાં માંગ કરાઈ છે કે સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે. આ સિવાય, ખેડૂતોની માંગ પર સરકારને વિચાર કરવા માટે પણ કહેવાયું છે.

સરકારો પોતાની જવાબદારી નિભાવવાના બદલે કોર્ટનો ઉપયોગ કરી રહી છેઃ હાઈકોર્ટ

ખેડૂત આંદોલનમાં પ્રદર્શનકારીઓના જેસીબી અને મોડિફાઈડ ટ્રેક્ટરોના ઉપયોગથી કાયદો વ્યવસ્થા બગડવાની દલીલ આપતા હરિયાણા અને કેન્દ્ર સરકાર તરફથી દાખલ અરજી પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે, સરકાર પોતાની જવાબદારી નિભાવવાના બદલે કોર્ટનો ઉપયોગ કરવામાં લાગી છે. તમામ આ મામલે રાજનીતિ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા

ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની 'દિલ્હી ચલો' કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર 62 વર્ષ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર 8 એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.


Google NewsGoogle News