Get The App

મોદી સરકારે કરી 2.65 લાખ કરોડના 12 પેકેજની જાહેરાત

Updated: Nov 12th, 2020


Google NewsGoogle News
મોદી સરકારે કરી 2.65 લાખ કરોડના 12 પેકેજની જાહેરાત 1 - image

નવી દિલ્હી, તા. 12 નવેમ્બર 2020, ગુરૂવાર

સુસ્ત ઈકોનોમીમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે ફરી એક વખત કેટલાક પગલા ભર્યા છે.

આજે નાણા મંત્રી નિર્મલા સિતારમને આત્મનિર્ભર ભારત અભિયાનના 3.0 વર્ઝનની જાહેરાત કરી છે.જેમાં 2.65 લાખ કરોડ રુપિયાના 12 પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

જેના ભાગરુપે સરકાર બે વર્ષ સુધી 1000 સુધીના કર્મચારીઓ ધાવતી સંસ્થાઓમાં નવી ભરતી થનારા કર્મચારીઓની પીએફની રકમ ચૂકવશે.આ નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે.1000થી વધુ કર્મચારીઓ વાળી કંપનીઓમાં નવા કર્મચારીઓનુ 12 ટકા પીએફ સરકાર બે વર્ષ માટે આપશે.આમ કરોડો કર્મચારીઓને ફાયદો થશે.

આ સિવાય કરેલી જાહેરાતોના ભાગરુપે

--કોવિડ વેક્સિનના રિસર્ચ માટે 900 કરોડ રુપિયા અપાશે

--કેપિટલ એક્સપેન્ડીચર અને ઈન્ડસ્ટ્રિયલ એક્સપેન્ડીચર માટે 10200 કરોડ રુપિયા અપાશે.

--પ્રોજેક્ટ એક્સપોર્ટ વધારવા માટે એક્ઝિમ બેન્કને 3000 કરોડ રુપિયાની લાઈન ઓફ ક્રેડિટ અપાશે.

--પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના હેઠળ અત્યાર સુધીમાં 116 જિલ્લાઓમાં 37000 કરોડ ખર્ચાયા છે.તેના વિસ્તરણ માટે બીજા 10000 કરોડ રુપિયાની જોગવાઈ કરાઈ છે.

--ફર્ટિલાઈઝર માટે 65000 કરોડની સબસિડી અપાશે.જેનાથી 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

--હાઉસિંગમાં મોટી રાહતના ભાગરુપે સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યૂની છૂટ વધારીને 20 ટકા કરાઈ છે.જોકે આ છૂટ પહેલી વખત મકાન ખરીદનારા માટે હશે.

--સરકારી ટેન્ડરમાં પરફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને 3 ટકા કરાઈ છે.આ રાહત 31 ડિસેમ્બર, 2021 સુધી રહેશે.પીએમ આવાસ યોજના માટે વધારાના 18000 કરોડ રુપિયા ખર્ચાશે.

--10 સેકટર માટે 1.46 લાખ કરોડની પ્રોડક્શન લિન્ક ઈન્સેન્ટિવ યોજના લાગુ કરાઈ છે.જેનાથી રોજગારી વધશે.

--કામત કમિટીની ભલામણ પ્રમાણે 26 સેક્ટર માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ મૂળ રકમ ચુકવાવ માટે પાંચ વર્ષનો સમય અપાયો છે.

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમની ડેડલાઈન વધારીને 31 માર્ચ, 2021 કરાઈ છે.

--આ સ્કીમ હેઠળ 61 લાખ લોકોને બે લાખ કરોડથી વધારે લોન અપાઈ છે.જેમાંથી 1.52 લાખ કરોડનુ વિતરણ થઈ ચુક્યુ છે.

--બેન્કોએ 15 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઈસ્યૂ કર્યા છે.નાબાર્ડ થકી 25000 કરોડની કેપિટલ ફાળવાઈ છે.

--તમામ રાજ્યોમાં વન નેશન, વન રેશન કાર્ડ યોજનાલ લાગુ કર્યા બાદ પ્રવાસી મજૂરોને ફાયદો થઈ રહ્યો છે.

--પીએમ સ્વનિધઇ યોજના હેઠળ 1373 કરોડ રુપિયાની લોન અપાઈ છે.

જીએસટી કલેક્શનવ ધ્ય છે અે તેમાં 10 ટકાનો વધારો થયો છે.બેન્ક ક્રેડિટમાં 23 ઓક્ટોબર સુધી 5.1 ટકાની તેજી આવી છે.




Google NewsGoogle News