મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી 'ટેસ્ટ', વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે

ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી 'ટેસ્ટ', વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે 1 - image


Floor test of Champai Soren Government In Jharkhand : આજે ઝારખંડની ચંપઈ સોરેન (Champai Soren) સરકાર માટે મોટો દિવસ છે. તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે. અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. 

આજથી બે દિવસનું વિશેષ સત્ર

આ ધારાસભ્યોમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. હેમંત સોરેનની ધરપકડ અને ચંપઈ સોરેન દ્વારા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આ ધારાસભ્યોને તેલંગાણા મોકલવામાં આવ્યા હતા. જેએમએમએ તે સમયે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બે દિવસ ચાલનારા આ સત્રમાં ચંપાઈ સરકાર બહુમત સાબિત કરશે.

આ છે ઝારખંડ વિધાનસભાનું ગણિત

81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ચંપાઈ સોરેનને 41 ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે. શાસક ગઠબંધન સરકાર દાવો કરે છે કે તેની પાસે 46 કરતા પણ વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તમને જણાવી દઈએ કે ઝારખંડ વિધાનસભાની 81 સીટોમાંથી એક સીટ ખાલી છે. આવી સ્થિતિમાં 80 સીટો માટે બહુમતનો આંકડો 41 છે.

મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી 'ટેસ્ટ', વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે 2 - image


Google NewsGoogle News