Get The App

હવે પૂર આવશે તો વાગશે મોટું એલાર્મ ! કેન્દ્ર સરકારે લોકોની સુરક્ષા માટે લોન્ચ કરી આ એપ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
Floodwatch India 2.0 App
Image : Google Play Store

Floodwatch India 2.0 App : કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે આજે (14 ઓગસ્ટ) નવી દિલ્હીમાં સેન્ટ્રલ વોટર કમિશન (CWC) દ્વારા વિકસિત 'ફ્લડવોચ ઈન્ડિયા' મોબાઈલ એપ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારા દ્વારા પૂરની આપત્તિજનક પરિસ્થિતિ સામે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં દેશમાં પૂરની સ્થિતિ સંબંધિત માહિતી આપવાની સાથે પૂરની સ્થિતિમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલા મોબાઈલમાં એલાર્મ પણ વાગશે. આ સાથે 7 દિવસ સુધીમાં પૂરનું પૂર્વાનુમાન અંગેની જાણકારી પણ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

એપ્લિકેશનમાં જોવા મળશે આ જબરદસ્ત ફીચર

અગાઉ 200 સ્ટેશનો આગાહી સ્ટેશનો પર પૂરની આગાહીની જાણકારી આપવામાં આવી હતી. જ્યારે હવે એપ્લિકેશનના વધારાના 392 પૂર નિરીક્ષણ સ્ટેશનો સંબંધિત વર્તમાન જાણકારી આપવામાં આવશે. આ સાથે કુલ 592 મોનિટરિંગ સેન્ટરોની સંખ્ય થઈ છે. આ એપ્લિકેશનો ઉપયોગ કરતાં યુઝર્સ દેશભરમાં પૂરની સ્થિતિ પર નજર રાખી શકશે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પૂરની સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ કરશે. આ એપ્લિકેશન નજીકના વિસ્તારમાં પૂર સંભાવનાના જાણકારી આપવાની સાથે તેમાં ઓડિયો બ્રોડકાસ્ટ ફોર્મેટમાં ઉપલબ્ધ હોવાથી લોકો તે સાંભળીને બધુ સમજી શકે છે. સરળતાથી બધાને સમજમાં આવે એ રીતે આ એપ્લિકેશને બનાવવામાં આવ્યું છે.

પૂરની સ્થિતિનું પૂર્વાનુમાન લગાવી શકાશે

સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા વિકસિત 'ફ્લડવોચ ઈન્ડિયા' સચોટ અને સમયસર પૂરની આગાહી માટે આ એપ્લિકેશ બનાવવામાં આવ્યું છે. યુઝર્સને આ એપ્લિકેશમાં હિન્દી અને અંગ્રેજી ભાષા દ્વારા સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે. જેમાં એપ્લિકેશનનો ઉપયોગ કરતાં યુઝર્સને હોમ પેજ પર જ તેમના નજીકના સ્ટેશનને લઈને પૂરની સ્થિતિ વિશે જાણકારી ઉપલબ્ધ કરવામાં આવશે.

આ રીતે કરો ડાઉનલોડ 

'ફ્લડવોચ ઈન્ડિયા' એપ્લિકેશન એન્ડ્રોઇડની સાથે IOS પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લિકેશનને ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) અથવા એપ્પલ એપ સ્ટોર (App Store) પરથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાશે.

હવે પૂર આવશે તો વાગશે મોટું એલાર્મ ! કેન્દ્ર સરકારે લોકોની સુરક્ષા માટે લોન્ચ કરી આ એપ 2 - image


Google NewsGoogle News