ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર વિમાનનું ટાયર ફાટ્યું, ચેન્નઈમાં 130 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા

જોકે સદભાગ્યે ટાયર ફાટ્યા બાદ કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર વિમાનનું ટાયર ફાટ્યું, ચેન્નઈમાં 130 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા 1 - image


Flight Tyre Burst: સદભાગ્યે તમિલનાડુના ચેન્નઈમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઇ. એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર ટાયર ફાટી ગયું હતું જેના લીધે 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. 

ટાયર ફાટ્યું પણ.... 

જોકે સદભાગ્યે ટાયર ફાટ્યા બાદ કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી. તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેમને વિમાનમાંથી ઉતારવામાં આવી રહ્યા છે. એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની માહિતી આપતાં કહ્યું કે વિમાનનું પાછળનું ટાયર તે સમય ફાટ્યું હતું જ્યારે તે મલેશિયાની રાજધાની માટે ઉડાન ભરી રહ્યું હતું. 

યાત્રીઓને હોટેલમાં રોકવામાં આવ્યા 

આ ઘટના બાદ તમામ મુસાફરો અટવાઈ ગયા હતા અને તેમને શહેરની નજીકની હોટેલમાં રોકાણ અપાયું હતું. અધિકારીઓએ કહ્યું કે આશા છે કે આ ફ્લાઈટ ફરી આગળની યાત્રા શુક્રવારે શરૂ કરશે. જોકે એ પણ સારી વાત રહી હતી કે આ ઘટનાને કારણે ફ્લાઈટોનું સંચાલન ખોરવાયું નહોતું. 

ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર વિમાનનું ટાયર ફાટ્યું, ચેન્નઈમાં 130 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા 2 - image



Google NewsGoogle News