Get The App

ગોવા-અમદાવાદ સહિત 20 ફ્લાઈટોને બોમ્બથી ઉડાવવાના મેસેજથી હડકંપ, બે દિવસમાં 50થી વધુ વિમાનોને ધમકી

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
ગોવા-અમદાવાદ સહિત 20 ફ્લાઈટોને બોમ્બથી ઉડાવવાના મેસેજથી હડકંપ, બે દિવસમાં 50થી વધુ વિમાનોને ધમકી 1 - image


Airlines Flights Bomb Threat : છેલ્લા ઘણા દિવસોથી દેશની અનેક એરલાઈન્સ કંપનીઓની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. આ સિલસિલો યથાવત્ હોય તેમ આજે (20 ઓક્ટોબર) પણ અનેક ફ્લાઈટને ધમકીઓ મળી છે. મળતા અહેવાલો મુજબ વિસ્તારા અને અકાસા એર એરલાઈન્સની અનેક ફ્લાઈટોને બોંબની ધમકીઓ મળી છે, જેના કારણે વિમાનોની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે.

આજે 20 ફ્લાઈટોને મળી ધમકી

બદમાશો દ્વારા આજે ઈન્ડિગો (Indigo), વિસ્તારા (Vistara), એર ઈન્ડિયા (Air India) અને અકાસા એર (Akasa Air) એરલાઈન્સની ફ્લાઈટોને બોંબની ધમકીઓ આપી છે. આજે ઓછામાં ઓછી આવી 20 ધમકીઓ મળી છે.

ઈન્ડિગોના એક પ્રવક્તાએ કહ્યું કે, જેદ્દાથી મુંબઈની ફ્લાઈટ નંબર 6E 58, કોઝિકોડથી દમ્મમની ફ્લાઈટ નં.6E87, દિલ્હીથી ઈસ્તંબુલની 6E11, મુંબઈથી ઈસ્તંબુલની 6E17, પુણેથી જોધપુરની 6E133 અને ગોવાથી અમદાવાદની ફ્લાઈટ નંબર-6E112ને ધમકીઓ મળી છે.

વિસ્તારાએ કહ્યું કે, તેની છ ફ્લાઈટોને ધમકી મળી છે, જેમાં દિલ્હીથી ફ્રેન્કફર્ટ UK25, સિંગાપોરથી મુંબઈ UK106, બાલીથી દિલ્હી UK146, સિંગાપોરથી દિલ્હી UK116, સિંગાપોરથી પુણે UK110 અને મુંબઈથી સિંગાપોર ફ્લાઈટ નંબર-UK107ને ધમકીઓ મળી છે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અફવા ફેલાવનારાની ખેર નહીં, કેન્દ્ર સરકારે શરૂ કરી આ કાર્યવાહી

અનેક વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ

સિંગાપોરથી પુણે આવી રહેલી ફ્લાઈટને ધમકી મળી છે, જેના કારણે પુણે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ઉપરાંત લખનૌથી મુંબઈ જતી અકાસા એર એરલાઈન્સની ફ્લાઈટને પણ ધમકી મળી છે અને તેનું પણ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.

શનિવારે 30 ફ્લાઈટોને મળી હતી ધમકી

દેશની અનેક એરલાઈન્સોને આજે 20થી વધુ ધમકી મળી છે, ત્યારે ગઈકાલે એટલે કે 19 સપ્ટેમ્બરે 30થી વધુ એરલાઈન્સોને બોમ્બની ધમકી મળી હતી. આ ધમકીઓના કારણે સુરક્ષા એજન્સીઓમાં પણ હડકંપ મચ્યો છે. છેલ્લા સાત દિવસમાં 70થી વધુ ફ્લાઈટોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી છે, જેના કારણે અનેક ફ્લાઈટોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા એરલાઈન્સ કંપનીઓને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : વિમાનમાં બોમ્બ હોવાની ફેક ઈન્ફર્મેશન આપવી ભારે પડશે, જાણો કેટલા વર્ષની થશે સજા?


Google NewsGoogle News