Get The App

વિમાનમાં મુસાફરી કરવાના છો? બેગના વજનના નવા નિયમ જાણી લેજો, નહીંતર ખિસ્સાં થશે ખાલી

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
વિમાનમાં મુસાફરી કરવાના છો? બેગના વજનના નવા નિયમ જાણી લેજો, નહીંતર ખિસ્સાં થશે ખાલી 1 - image


Flight Baggage Rules Changed:  ભારતમાં રોજ લાખો લોકો ફ્લાઈટ દ્વારા મુસાફરી કરે છે. થોડા જ દિવસોમાં નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં યાત્રીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. કારણ કે ઘણા લોકો નવા વર્ષ પર રજા માણવા માટે જાય છે. અને તેમાંથી મોટા ભાગના લોકો ફ્લાઈટ દ્વારા જ મુસાફરી કરે છે. ફ્લાઈટમાં મુસાફરી કરવાને લઈને પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે. તેમાંથી કેટલાક નિયમો મુસાફરો માટે હોય છે. 

બેગના વજનના નવા નિયમ

ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા તમારે ચેક ઈન કરવું પડે છે. જ્યાં તમારો સામાન પણ ચેક કરવામાં આવે છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા હવે ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકો માટે લગેજ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે મુસાફરો એક બેગમાં માત્ર 7 કિલોગ્રામ સુધીનો જ સામાન લઈ જઈ શકશે. ચાલો જણાવીએ કે હેન્ડબેગનું વજન પણ તેમાં ઉમેરવામાં આવશે કે નહીં.

7 કિલોગ્રામ વજનમાં જ હેન્ડબેગ પણ સામેલ

જો તમે અવારનવાર ફ્લાઈટ દ્વારા મુસાફરી કરો છો તો તમારા માટે સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરો દ્વારા ફ્લાઈટના મુસાફરો માટે બદલાયેલા નિયમો વિશે જાણવું જરૂરી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ ફ્લાઈટમાં મુસાફરી કરતા મુસાફરો માટે હેન્ડ બેગેજના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ અથવા ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જર્સને મુસાફરી દરમિયાન માત્ર એક જ બેગ લઈ જવાની છૂટ મળશે. તેમાં હેન્ડ બેગ પણ સામેલ છે. એટલે કે જો હેન્ડ બેગમાં 4 કિલો છે તો આ સિવાય માત્ર 3 કિલો વજન વધુ લઈ જઈ શકો છો. 

આ પણ વાંચો: રિટાયરમેન્ટ લઈ રહ્યો છે રોહિત શર્મા? ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના કંગાળ દેખાવના કારણે અટકળો

એટલું જ નહીં તેમાં માત્ર 7 કિલો જ વજન લઈ જઈ શકાશે. તમારી સાથે જે પણ બેગ હશે તેની તેની તમારે તપાસ કરાવવી પડશે. તમને જણાવી દઈએ કે, 7 કિલો સુધીની લિમીટ ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સ પર લાગુ થશે. જ્યારે ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો પોતાની સાથે 10 કિલો સુધીની હેન્ડબેગ પોતાની સાથે લઈ શકે છે.

વધુ વજન લઈ ગયા તો શું થશે?

ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓ માટે બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ માત્ર હેન્ડબેગના વજન પર જ નહીં પરંતુ તેની સાઈઝને લઈને પણ નિયમો નક્કી કર્યા છે. નિયમો પ્રમાણે એક મુસાફરની હેન્ડ બેગની ઊંચાઈ 55 સેમી (21.6 ઈંચ), લંબાઈ 40 સેમી (15.7 ઈંચ) અને પહોળાઈ 20 સેમી (7.8 ઈંચ) હોવી જોઈએ. જો પેસેન્જર આ નિયમોના વજન અથવા કદ કરતાં વધુની હેન્ડ બેગ અથવા કેબિન બેગ લઈ જશે તો તેના પર વધારાનો ચાર્જ લગાવવામાં આવશે.


Google NewsGoogle News