સિક્કિમમાં આકાશથી આફત વરસી, આભ ફાટતાં ભયંકર પૂર, સૈન્યના 23 જવાનો ગુમ થઈ જતાં ખળભળાટ
તિસ્તા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, ચુંગથાંગ ડેમમાંથી પણ પાણી છોડી દેવામાં આવતા અચાનક જ 15-20 ફૂટની ઊંચાઈ સુધી જળસ્તરમાં વધારો થઈ ગયો
ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર અચાનક આભ ફાટવાની ઘટના બની
image : Twitter |
સિક્કિમમાં (sikkim Flood) પણ આકાશથી જાણે આફત વરસી હોય તેમ આભ ફાટ્યો (sikkim cloud burst) હતો. જેના પગલે તિસ્તા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મોટા અહેવાલ એ છે કે આ ઘટનાને પગલે સૈન્યના 23 જવાનો (sikkim 23 army personnel missing) નો કોઈ અતોપતો નથી.
અચાનક જ પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ
ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર અચાનક આભ ફાટવાની ઘટના બની હતી. જેના પગલે ખીણમાં તિસ્તાર નદીમાં ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી હતી. તેના લીધે ખીણમાં આવેલા સૈન્ય સંસ્થાનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. ચુંગથાંગ ડેમમાંથી પણ પાણી છોડી દેવામાં આવતા અચાનક જ 15-20 ફૂટની ઊંચાઈ સુધી જળસ્તરમાં વધારો થઈ ગયો હતો અને સિક્કિમના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી.
23 જવાનોના ગુમ થવાના અહેવાલથી ખળભળાટ
માહિતી અનુસાર સિંગતામ નજીક બારદાંગમાં ઊભેલા સૈન્ય વાહનો પણ પૂરની લપેટમાં આવી ગયા હતા અને તેના લીધે સૈન્યના 23 જવાનો ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં આ લોકોની શોધખોળ કરવા માટે અભિયાન હાથ ધરાયું છે. આ ઉપરાંત કેટલાક વાહનો તો કાદવમાં ધોવાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.