મોટી કરુણાંતિકા: એક ભૂલ અને નદીમાં ખાબકી કાર, હૈદરાબાદના 5 લોકોનાં દર્દનાક મોત
Car Accident In Hyderabad: હૈદરાબાદમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. જ્યાં ભુદાન પોચમપલ્લીના જલાલપુર નજીક આ અકસ્માત સર્જાયો હતો. એક બેકાબૂ કાર સીધી નદીમાં ખાબકી હતી. આ દુઃખદ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નિપજતાં વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જો કે આ ઘટનામાં એક જ વ્યક્તિનો જીવ બચ્યો હતો.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
મૃતકોની ઓળખ વંસી (53 ઉં.વ), દિનેશ (21 ઉં.વ), બાલુ (19 ઉં.વ), વિનય (21 ઉં.વ) અને હર્ષા (21 ઉં.વ) તરીકે થઈ હતી. આ તમામ લોકો હૈદરાબાદના એલબી નગરના રહેવાશી હતા. જ્યારે એકમાત્ર જીવતો બચી ગયેલો વ્યક્તિ મણિકાંત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં યુદ્ધ જેવી સ્થિતિ, 200 નક્સલીઓનો એકસાથે હુમલો, 4 કલાક સુધી ગોળીબાર થયો
અકસ્માત કેવી રીતે સર્જાયો?
પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પીડિતોના પરિજનોને મૃતદેહો સોંપી દેવામાં આવશે. હાલમાં આ અકસ્માત કેમ થયો તેનું કારણ જાણવા પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર બેફામ ગતિએ દોડતી કારમાં ડ્રાઈવરે અચાનક નિયંત્રણ ગુમાવતા આ કરુણાંતિકા સર્જાઈ હોવાના અહેવાલ છે.