લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લોટરી લાગવા પાછળના પાંચ મુખ્ય કારણ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લોટરી લાગવા પાછળના પાંચ મુખ્ય કારણ 1 - image

Lok Sabha Elections Results 2024 : આજે લોકસભા ચૂંટણી-2024ના પરિણામોના વલણો સાથે NDAની બહુમતી અને ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance)ની ટક્કરની પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે અને ભાજપ (BJP)નો ‘અબકી બાર 400 પાર’નું સ્લોગન નિષ્ફળ દેખાઈ રહ્યું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ મમતા બેનરજી ઈન્ડિયા ગઠબંધનથી દૂર થતા અને નીતીશ કુમાર એનડીએમાં જતા ગઠબંધન મહદઅંશે પડી ભાગ્યું હતું, જોકે ચૂંટણીના વલણોમાં હવે ઈન્ડિયા ગઠબંધનનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 

વિપક્ષે વર્ષ 2019ની લોકસસભા ચૂંટણીથી વિપરીત વડાપ્રધાન મોદી વિરુદ્ધની સત્તા વિરોધી લહેરનો લાભ લેવામાં કોઈ કચાસ છોડી નથી. એવું પણ લાગી રહ્યું છે કે, રામ મંદિર કાર્યક્રમ મુદ્દે વિપક્ષે લીધો નિર્ણય રાજકીય દ્રષ્ટિએ યોગ્ય હતો. વલણો જોઈ એવું પણ લાગી રહ્યું છે કે, જો વિપક્ષે વડાપ્રધાન પદ માટે કોઈ ચહેરાની જાહેર કરી હોત તો અત્યારે પરિણામ કંઈક જુદા જ હોત. આમ તો વિપક્ષ દ્વારા કહેવાયું છે કે, જો ચૂંટણી પરીણામો ઈન્ડિયા ગઠબંધનની તરફેણમાં આવશે તો 48 કલાકની અંતર વડાપ્રધાનના નામની જાહેરાત કરી દેવાશે.

1...ચૂંટણી પ્રચારમાં વિપક્ષનો મુદ્દો ચાલી ગયો

ચૂંટણી પ્રચાર દરમિયાન નૈરેટિવ સેટ કરવા માટે બંને તરફથી પ્રયાસો કરાયા હતા, પરંતુ એવું લાગે છે કે, વિપક્ષને અનામત ખતમ કરવાનો મુદ્દો અને બંધારણ બદલવાનો મુદ્દો ચગાવવામાં સફળતા મળી છે અને તમામ પ્રાયસો કરવા છતાં ભાજપ નિશાન ચૂકી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વિપક્ષના વાંકબાણોનો આકરી રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ એવું લાગે છે કે, ‘લોકોને વધુ બાળકો પેદા કરનારા’, ‘ઘૂસણખોરો’ અને ‘મંગળસૂત્ર’ જેવા રાજકીય પ્રહારો પસંદ ન આવ્યા.

લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લોટરી લાગવા પાછળના પાંચ મુખ્ય કારણ 2 - image

2...પ્રાદેશિક પક્ષોના વર્ચસ્વની અસર

ચૂંટણી પહેલાના એક સર્વે મુજબ, ભાજપને પ્રાદેશિક પક્ષો તરફથી સખત પડકારનો સામનો કરવો પડી શકે છે અને દેશભરમાં આવી 200થી વધુ બેઠકો હોવાનું કહેવાય છે. તેમજ પરિણામોના વલણોમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. પ્રાદેશિક પક્ષોમાં ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, તમિલનાડુમાં DMK અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સૌથી વધુ અસરકારક સાબિત થયા છે. જ્યારે બિહારમાં તેજસ્વી યાદવની RJDનું પ્રદર્શન ડગમગી ગયું છે, તો સૌથી વધુ રાજકીય ઉથલપાથલ જોનાર મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને વળતો જવાબ આપ્યો હોય તેવી સ્થિતિ ચૂંટણી વલણોમાં જોવા મળી રહી છે.

લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લોટરી લાગવા પાછળના પાંચ મુખ્ય કારણ 3 - image

3...મુસ્લિમ મતદારોએ ઈન્ડિયા ગઠબંધને આપ્યો સાથ

એકતરફ એક્ઝિટ પોલના તારણોમાં મુજબ ભાજપ અને ગઠબંધન પાર્ટીઓને (NDA ગઠબંધન)ને કુલ 543 બેઠકોમાંથી 361થી 401 બેઠકો મળવાની સંભાવના હતી, જોકે પરિણામોના વલણો સામે આવ્યા બાદ એક્ઝિટ પોલ ફરી ખોટા સાબિત થયા છે. બીજીતરફ મુસ્લિમ મતદારોના કરાયેલા સર્વેમાં લાગી રહ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનને સૌથી વધુ મતો મુસ્લિમ મતદારોએ આપ્યા છે.

લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લોટરી લાગવા પાછળના પાંચ મુખ્ય કારણ 4 - image

4... યુવાઓના વોટ પણ ઈન્ડિયા ગઠબંધનને મળ્યા?

દર વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ યુવા મતદારોમાં મતદાન જાગૃતિ વધારવાના તમામ પ્રયાસો કરાયા છે. પરિણામો પહેલાના એક્ઝિટ પોલમાં યુવાઓનો પણ ખાસ ઉલ્લેખ કરાયો હતો, જેમાંથી એવું જાણવા મળ્યું હતું કે, ભાજપના મોટાભાગના મતદારો 35 વર્ષથી વધુ ઉંમરના છે, પરંતુ યુવાનોના બે વર્ગ - 18-25 અને 25-35ની ઉંમરના મતદારો પરિવર્તન અને ઝડપી પરિણામો ઈચ્છતા હતા, તેથી એવું લાગી રહ્યું છે કે, તેમના મતો ઈન્ડિયા બ્લોકમાં ગયા હોવાનું લાગી રહ્યું છે.

લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લોટરી લાગવા પાછળના પાંચ મુખ્ય કારણ 5 - image

5...કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારાનો પ્રભાવ

આ વખતે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરેલી ‘ન્યાય યોજના’ સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી વર્ષ 2019ની ચૂંટણીમાં પણ આવી યોજના લાવ્યા હતા, પરંતુ તેઓ યોગ્ય રીતે સમજાવી શક્યા ન હતા. જોકે આ વખતે એડ-ઑન ફીચર ઉમેરવામાં આવ્યા છે અને તે કામ કરી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં ‘5 ન્યાય, 25 ગેરંટી’નું વચન આપ્યું હતું અને ત્યારથી કોંગ્રેસના નેતાઓએ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દો ચગાવ્યો હતો. આ યોજનામાં યુવા ન્યાય હેઠળ ‘પ્રથમ નોકરીની ગેરંટી’ અને મહિલા ન્યાય હેઠળ ‘મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા'નું વચન અસરકારક સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે.

લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને લોટરી લાગવા પાછળના પાંચ મુખ્ય કારણ 6 - image


Google NewsGoogle News