Get The App

પવિત્ર શ્રાવણમાં આ વખતે પાંચ સોમવાર, ગુજરાત પહેલા આ રાજ્યોમાં 15 દિવસ વહેલી ઉજવણી શરૂ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
પવિત્ર શ્રાવણમાં આ વખતે પાંચ સોમવાર, ગુજરાત પહેલા આ રાજ્યોમાં 15 દિવસ વહેલી ઉજવણી શરૂ 1 - image


Month of Shravan: ગુજરાતી મહિનાઓ પ્રમાણે આવતા મહિને પવિત્ર શ્રાવણ માસ શરુ થવા જઈ રહ્યો છે. અને ગુરૂ પૂર્ણિમાથી જ શ્રાવણ માસનો માહોલ રચાઈ જશે. આ વખતે શ્રાવણ માસનું વૈવિધ્ય એ છે કે માસની શરૂઆત પાંચ ઓગષ્ટથી થશે અને આ માસમાં પાંચ સોમવાર રહેશે. તેમજ સોમવારે સોમવતી અમાસના દિવસે માસની પૂર્ણાહુતિ થશે. આવો સંયોગ બહુ જ ઓછો રચાતો હોય છે. સોમનાથમાં શ્રાવણ માસના કાર્યક્રમો નકકી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. 

કાવડિયાઓની યાત્રાઓ શરૂ થઈ ગઈ છે

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરમાં આવેલા હિંદી ભાષી રાજ્યો ઉતરપ્રદેશ ,ઉતરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં શ્રાવણ માસ આપણા શ્રાવણ માસથી પંદર દિવસ વહેલો શ્રાવણ માસ બેસી જાય છે. અને આપણે એનાથી પંદર દિવસ પાછળ હોઈએ છીએ. હરિદ્વાર અને ગંગાકાંઠાના નગરોમાંથી ગંગાજળ ભરવા માટે કાવડિયાઓની યાત્રાઓ શરૂ થઈ ગઈ છે. આશરે સવાસો લિટર ગંગાજળ ભરેલા કુંભોને ખંભા પર ઉચકીને છેક 250 કિલોમીટર સુધી લઈ જનારા શ્રદ્ધાળુઓ પણ દેશમાં વસે છે. આ જ કાવડિયાઓ કાવડમાં ગંગાજળ ભરીને આપણા શ્રાવણ માસના પ્રારંભની તારીખ ગણીને એમના વતનથી પદયાત્રા શરૂ કરી દે છે. એક નવો સીલસીલો ચાલુ થયો છે. એમાં દર પુનમે મહારાષ્ટ્રમાંથી ગીરનારની પૂનમ ભરવા અનેક યાત્રાળુઓ આવે છે. 

આપણે ત્યા એકમથી પૂનમ અને ફરી એકમથી અમાસ ગણાય છે

સોમનાથમાં કેટલાક શ્રદ્ધાળુઓ એમના રાજયના પંચાંગને આધાર માનીને અહીં શ્રાવણ બેસી ગયો છે, એમ સમજીને દર્શને આવે છે. જેના કારણે અહીં શ્રાવણ માસ બેસે એ પહેલા શ્રાવણનો માહોલ રચાય છે. દેશમાં બે પ્રકારના પંચાંગ અસ્તિત્વમાં છે. જેમાં અમાસ આધારિત અને પૂર્ણિમા આધારિત પંચાગ છે. આપણે ત્યા એકમથી પૂનમ અને એ પછી ફરી એકમથી અમાસ એમ મહિનો ગણાય છે. જયારે આપણે પૂનમ હોય ત્યારે હિંદી ભાષી રાજયોમાં નવા માસની શરૂઆત થઈ જાય છે.



Google NewsGoogle News