ડ્રાઇવર, ટ્રેનર, હેલ્પરોને પાંચ લાખ ડોલરથી વધુના શેર ભેટમાં મળ્યા
આઇડીએફસી બેંકના સીઇઓ વૈદ્યનાથનનુ પ્રશંસનીય પગલું
ભેટ મેળવનારા લોકો આ રકમનો ઉપયોગ ઘર ખરીદવા માટે કરશે : કુલ હોલ્ડિંગના 3.7 ટકા શેરો દાન કર્યા
નવી દિલ્હી : આઇડીએફસી ફર્સ્ટ બેંક લિમટિડેના સીઇઓ વી વૈદ્યનાથને પોતાની ઓફિસ અને ઘરના ડ્રાઇવર, ટ્રેઇનર અને હેલ્પરોને કુલ 5,30,000 ડોલરના શર ગિફ્ટમાં આપ્યા છે. વૈદ્યનાથને 900000 શેર ગિફ્ટમાં આપ્યા છે. જે તેમની કુલ હોલ્ડિંગના 3.7 ટકા થાય છે.
ગિફ્ટ મેળવનારા લોકો આ રકમનો ઉપયોગ ઘર ખરીદવા માટે કરશે. ભારતમાં ધનવાન વ્યકિતઓ દ્વારા પોતાના હાથ નીચેના કર્મચારીઓને આટલી મોટી રકમનું દાન ભાગ્યે જ આપવામાં આવે છે. જાન્યુઆરીથી 2018 સુધીમાં વૈદ્યનાથને પોતાનો 38 ટકા હિસ્સો દાનમાં આપી દીધો છે.
તેમણે 2020માં પોતાના ગણિતના શિક્ષકને પણ ગિફ્ટમાં શેર આપ્યા હતાં. આ શિક્ષકે વૈદ્યનાથનને એવા સમયે 500 રૂપિયા આપ્યા હતાં જ્યારે તેમની પાસે નાણા ન હતા. તેમને અગ્રણી ઇન્સ્ટીટયૂટમાં પ્રવેશ મળી ગયો હતો પણ ત્યાં જવા માટેના નાણાં હતાં.
આ ઉપરાંત વૈદ્યનાથને એક વેલ્ફેર ટ્રસ્ટ માટે પણ બે લાખ શેર વેચ્યા હતાં. 18 ડિસેમ્બર, 2018ના રોજ આઇડીએફસી ફર્સ્ટ બેંકની રચના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ બેંકના શેરમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વૈદ્યનાથનની વધુ એક ટર્મ માટે સીઇઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ 2024 સુધી બેંકના સીઇઓ રહેશે.