જમ્મુ-કાશ્મીરમાં 5 હાઇબ્રિડ આતંકીઓ ઝડપાયા, કેવી રીતે સામાન્ય માણસના આડમાં ફેલાવે છે આતંક

2 પિસ્તોલ, 3 હેન્ડ ગ્રેનેડ, 12 રાઉન્ડ પિસ્તોલ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યા

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં 5 હાઇબ્રિડ આતંકીઓ ઝડપાયા, કેવી રીતે સામાન્ય માણસના આડમાં ફેલાવે છે આતંક 1 - image


Jammu-Kashmir Hybrid Militants Arrested: જમ્મુ-કાશ્મીરનુ કુલગામ જિલ્લો આંતકી હલચલને લઇ અવારનવાર ચર્ચામાં હોય છે. એવામાં ગઈકાલે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઉપરાંત સુરક્ષા દળોને બીજી એક મોટી સફળતા મળી હતી. તેમણે અહીંથી પાંચ 'હાઈબ્રીડ' આતંકવાદીઓની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીંથી  2 પિસ્તોલ, 3 હેન્ડ ગ્રેનેડ, 1 UBGL, બે પિસ્તોલ મેગેઝીન, 12 રાઉન્ડ પિસ્તોલ, 21 રાઉન્ડ એકે 47 સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

પાંચ આતંકીઓની થઇ ઓળખ 

આ પાંચ હાઈબ્રીડ આતંકવાદીની ઓળખ કરતા અધિકારીએ તેમની માહિતી આપી હતી. જેમાં આદિલ હુસૈન વાની, સુહેલ અહેમદ ડાર, ઈતમાદ અહેમદ લાવે, મેહરાજ અહેમદ લોન અને સબઝાર અહેમદ ખાર જેવા પાંચ હાઈબ્રીડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ આપેલી માહિતી અનુસાર, આ તમામ હાઈબ્રીડ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. 

કોણ છે હાઇબ્રિડ આતંકવાદી?

હાઇબ્રિડ આતંકવાદીઓ સ્થાનિક યુવાનો છે. તેઓનો કોઈ જૂનો ગુનાહિત ઈતિહાસ નથી, પરંતુ સામાન્ય લોકોની વચ્ચે સામાન્ય લોકોની જેમ રહેતા આ યુવાનો પિસ્તોલ લઈને આવે છે, હુમલો કરે છે અને ભાગી જાય છે. ગુનો કર્યા બાદ આ લોકો ફરી સામાન્ય લોકોની વચ્ચે સામાન્ય જીવન જીવવા લાગે છે. આવી સ્થિતિમાં તેમની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. આતંકવાદના આ મોડ્યુલને હાઇબ્રિડ આતંકવાદ કહેવામાં આવે છે.



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News