લગ્નમાં બહેનની વિદાય થાય તે પહેલાં જ 5 ભાઈઓના મોત, ગામ હિબકે ચડ્યું
Brothers died before sisters wedding: સગીરોની નાદાની લગ્ન વાળા ઘર માટે એટલી ભારે પડી છે કે તેનો ઘા જીવનભર નહીં ભરાશે. લગ્નમાં બહેનની વિદાય થાય તે પહેલાં જ 5 ભાઈઓના મોત થઈ ગયા છે. બહેનના લગ્નની જાન આવવાની હતી અને ટ્રેક્ટર નીચે ડબાઈ જતાં પાંચ ભાઈઓના મોત થઈ ગયા છે. તેમાં ત્રણ સગા ભાઈ અને બે પિતરાઈ ભાઈઓ હતા. જેમાં ચારની ઉંમર તો 12 થી 15 વર્ષની જ હતી. બીજી તરફ સંબંધીઓના બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગમખ્વાર અકસ્માત જબલપુર-નરસિંહપુર રોડ પર ચારગવાંના તિનેટા ગામમાં થયો હતો. મુખ્યમંત્રીએ મૃતક બાળકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. બાજી તરફ વહીવટી તંત્રએ મૃતકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયા અને ઘાયલોના પરિવારોને 10-10 હજાર રૂપિયાની સહાય રકમ આપી છે.
ડ્રાઈવરને છોડીને તમામ સગીર હતા, બે બાળકો ઘાયલ
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચારગવાંના તિનેટા નિવાસી રતન ઠાકુરની પુત્રી પ્રિયંકાના સોમવારે લગ્ન હતા. જાન રાત્રે આવવાની હતી. લગ્ન માટેસવારથી જ પરિવાર પાણીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતો. આ દરમિયાન કોઈકે તેમને બાજુના ગામમાંથી ટેન્કરમાં પાણી ભરીને લાવવાની સલાહ આપી. આ સાંભળીને રતનની બહેન રોશનીનો પુત્ર ધર્મેન્દ્ર (18) ટ્રેક્ટર લઈને ટેન્કર લેવા નીકળી પડ્યો હતો. તેની સાથે રતનનો ભાઈ લખન અને લોચનના પુત્ર રાજવીર (15) અને લકી (12) પણ ટ્રેક્ટરમાં બેસી ગયો હતો. તેમને જોઈને પિતરાઈ ભાઈ અનુપ (12) અને દેવેન્દ્ર (15) અને સંબંધીના પુત્રો દલપત (12) અને વિકાસ (10) પણ સાથે જવાની જીદ કરવા લાગ્યા. આ દરેક લોકો ટ્રેક્ટર પર ચઢી ગયા અને ટ્રેક્ટર અડધો કિલોમીટરનો રસ્તો કાપતા જ અનિયંત્રિત થઈને 10 ફૂટ નીચે ખેતરમાં પલટી ગયું. બધા બાળકો તેની નીચે દબાઈ ગયા. જેના કારણે ધર્મેન્દ્ર અને તેના ભાઈઓ રાજવીર, લકી અને અનૂપ અને દેવેન્દ્રના મોત થઈ ગયા. દલપત અને વિકાસ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
પાણીએ લીધો જીવ
જો પાણીની તંગી ન હોત તો કદાચ આ પાંચ બાળકોના મોત ન થયા હોત. પ્રાપ્ત માહિતી પ્રમાણે તિનેટા ગામમાં જળ સ્ત્રોતના નામે એક કૂવો અને એક હેન્ડપંપ જ છે. જળ મિશનની પાઈપલાઈન પહોંચી નથી. કૂવો સુકાઈ જવાને કારણે પારિવારિક કાર્ય માટે દૂરના ગામમાંથી ટેન્કર દ્વારા પાણી લાવવું પડે છે. આદિવાસી પરિવારના આ બાળકો પાણી લેવા જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ગામલોકોએ પાણીની તંગી અંગે ગામમાં પહોંચેલા એસડીએમ મીશા સિંહને ફરિયાદ કરી છે.
जबलपुर जिले के तिनेटा देवरी में ट्रैक्टर पलटने से 5 बच्चों के असामयिक निधन का समाचार अत्यंत दुखद है। ईश्वर से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान व शोक संतप्त परिजनों को यह गहन दुःख सहन करने की शक्ति देने की प्रार्थना करता हूं।
— Dr Mohan Yadav (Modi Ka Parivar) (@DrMohanYadav51) May 6, 2024
हादसे में जो 2 बच्चे घायल हुए हैं, उनके उचित…
CMએ શોક વ્યક્ત કર્યો
આ અકસ્માત પર મુખ્યમંત્રી ડો.મોહન યાદવે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે મૃતક બાળકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે અને ઘાયલોને તમામ યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ અકસ્માતની માહિતી મળતાં જ કેબિનેટ મંત્રી રાકેશ સિંહ મેડિકલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે ઘાયલ બાળકોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. કલેકટરે મૃતક બાળકોના પરિવારજનોને રૂ. 50,000 અને ઈજાગ્રસ્તોના પરિવારોને રૂ. 10,000ની તાત્કાલિક સહાય પૂરી પાડી હતી.
ગામ હિબકે ચડ્યું
આ અકસ્માતના પગલે ગામમાં માતમ છવાઈ ગયો છે. એક જ પરિવારના પાંચ બાળકોના મોતથી તમામ લોકો આઘાતમાં છે. લગ્ન સમારોહ રદ કરવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શી જિલ્લા પંચાયત સદસ્ય રામકુમાર સૈયામે જણાવ્યું કે ટ્રેક્ટર નીચે પાંચ બાળકો દટાઈ ગયા હતા. તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી પરંતુ તે મોડી પહોંચી. જયાં સુધીમાં ટ્રેક્ટર હટાવીને બાળકોને બચાવવામાં આવે ત્યાં સુધીમાં પાંચ બાળકોના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે બે લોકો દૂર જઈને પડતા બચી ગયા હતા. તેને ગંભીર હાલતમાં મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.