Get The App

સૈનિકોની સ્થૂળતાથી ચિંતિત સેના, ફિટનેસના નિયમો બદલ્યા, ટેસ્ટમાં નપાસ થનારને રજા નહીં મળે!

સૈનિકોના ફિટનેસને ધ્યાનમાં રાખીને બની નવી નીતિ, જેમાં સૈન્ય અધિકારીઓએ આપવી પડશે ટેસ્ટ

બ્રિગેડિયર રેન્કના અધિકારી બે કર્નલ અને એક મેડિકલ ઓફિસર સાથે દર ત્રણ મહિને કરશે મૂલ્યાંકન

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
સૈનિકોની સ્થૂળતાથી ચિંતિત સેના, ફિટનેસના નિયમો બદલ્યા, ટેસ્ટમાં નપાસ થનારને રજા નહીં મળે! 1 - image


Indian Army Fitness Policy:  વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી ખૂબ જ બદલાઈ છે. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય અને શરીર પર દેખાય છે. હાલ આ જ સમસ્યાનો સામનો ભારતીય સૈનિકો પણ કરી રહ્યા છે. જેને અટકાવા માટે ભારતીય સેનાના મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી લીધી છે. સેનામાં હવે નવી નીતિ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત ઘણી નવી તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે જે સૈનિકો નવા માપદંડોને પૂર્ણ કરતા નથી તેમને પ્રથમ સુધારણા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે અને તેમાં નિષ્ફળ જવા પર રજા ઘટાડવા જેવા પગલા પણ લેવામાં આવી શકે છે.

APAC કાર્ડ પણ તૈયાર રાખવું પડશે 

નવી નીતિ મુજબ દરેક સૈનિકનું APAC એટલે કે આર્મી ફિઝિકલ ફિટનેસ અસેસમેંટ કાર્ડ પણ તૈયાર રાખવું પડશે. એક મીડિયાના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે દરેક કમાનમાં એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ નવી નીતિ તપાસની પ્રક્રિયામાં સમાનતા લાવવા તેમજ શારીરિક રીતે અયોગ્ય કે સ્થૂળતા તેમજ જીવનશૈલીના કારણે થતા રોગોથી બચવા બાબતે છે. 

હાલમાં નિયમ શું છે?

હાલમાં સૈનિકોની BPET એટલે કે બેટલ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ (PPT) દર ત્રણ મહિને લેવામાં આવે છે. BPET હેઠળ, વ્યક્તિએ નિર્ધારિત સમયમાં 5 કિમી દોડવું, 60 મીટર દોડવું, દોરડા વડે ચઢવું અને 9 ફૂટનો ખાડો પાર કરવા જેવા નિયમ છે. આ નિયમમાં ઉંમરના આધારે સમય નક્કી કરવામાં આવે છે. PPTમાં 2.4 કિમી દોડ, 5 મીટર શટલ, પુશ અપ્સ, ચિન અપ્સ, સીટ અપ્સ અને 100 મીટર સ્પ્રિન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ સ્વિમિંગ ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ તપાસના પરિણામો ACR અથવા એન્યુઅલ કોન્ફીડેન્શીયલ રિપોર્ટ માં સમાવિષ્ટ છે, જેના માટે કમાન્ડિંગ ઓફિસર હોય છે. 

નવો નિયમ શું છે?

રિપોર્ટ અનુસાર, નવા નિયમો હેઠળ બ્રિગેડિયર રેન્કના અધિકારીઓની સાથે બે કર્નલ અને એક મેડિકલ ઓફિસર દ્વારા સૈનિકોનું દર ત્રણ મહિને મૂલ્યાંકન કરવામાં આવશે. BPET અને PPT સિવાય સૈનિકોએ અન્ય કેટલાક ટેસ્ટ પણ આપવા પડશે. જેમાં દર 6 મહિને 10 કિમીની સ્પીડ માર્ચ અને 32 કિમીની રૂટ માર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 50 મીટર સ્વિમિંગ ટેસ્ટ પણ આપવી પડશે. તેમજ દરેક સૈનિકોને આર્મી ફિઝિકલ અસેસમેંટ કાર્ડ પણ તૈયાર રાખવું પડશે. તેમજ ટેસ્ટનું રિઝલ્ટ 24 કલાકમાં આપવાનું રહેશે. 

જો આ ટેસ્ટમાં ફેલ થયા તો શું?

રિપોર્ટ અનુસાર, જે સૈનિકો આ માપદંડોને પૂર્ણ કરતા નથી અથવા 'ઓવરવેટ' જોવા મળે છે, તેમને તેમની સ્થિતિ સુધારવા માટે 30 દિવસનો સમય મળશે. જો આ સમયગાળામાં કોઈ સુધારો નહીં થાય તો રજાઓ અને ટીડી કાપવામાં આવશે.

સૈનિકોની સ્થૂળતાથી ચિંતિત સેના, ફિટનેસના નિયમો બદલ્યા, ટેસ્ટમાં નપાસ થનારને રજા નહીં મળે! 2 - image


Google NewsGoogle News