Get The App

અચાનક હજારોની સંખ્યામાં ટપોટપ મરવા લાગી માછલીઓ, 20 ક્વિન્ટલથી વધુ જમીનમાં દાટવામાં આવી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
અચાનક હજારોની સંખ્યામાં ટપોટપ મરવા લાગી માછલીઓ, 20 ક્વિન્ટલથી વધુ જમીનમાં દાટવામાં આવી 1 - image
Image Wikipedia

Fishes Died in Gomti River: છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીના કારણે નદીઓ અને તળાવો સુકાઈ રહ્યા છે. એજ પ્રકારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની ગોમતી નદીમાં અસંખ્ય માછલીઓ મરી જવાના સમાચાર છે. ગોમતી નદીના પાણીનું સ્તર ઘટી રહ્યું છે, તેમજ ફેક્ટરીનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં સતત પાણી ઘટવા અને ગરમ થવાને કારણે હજારો માછલીઓ મરીને ઉપરના ભાગે આવી રહી છે. ગોમતી નદીની આસપાસ રહેતા લોકો જ્યારે માછલીઓ પકડવા પહોંચ્યા ત્યારે આ ઘટના જોવા મળી હતી. આ જોઈ સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટના ગોમતી નદી પાસેના કોતવાલી વિસ્તારમાં ઓલંદગંજના વિસર્જન ઘાટ પર બની હતી.

આશરે 20 ક્વિન્ટલ મૃત માછલીઓને ખાડામાં દાટવામાં આવી

અત્રે નોંધનીય છે કે, હાલમાં કેટલીક જગ્યાએ વરસાદ થવાના કારણે લોકોને રાહત મળી છે. પરંતુ આ પહેલા તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચી જવાથી લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. ગરમી અને લૂના કારણે પશુઓની હાલત તો ખૂબ જ દયનીય થઈ ગઈ છે. તો અહીં ઉત્તરપ્રદેશના આંબેડકર નગરના બાસખારી વિકાસખંડ વિસ્તારના મસાડા તળાવમાં માછલીઓ મરી જવાની ઘટના સામે આવી છે. તીવ્ર ગરમી અને સતત પાણીનું સ્તર ઘટી જવાને કારણે માછલીઓ મરી રહી છે. માહિતી પ્રમાણે આશરે 20 ક્વિન્ટલ મૃત માછલીઓ એકત્રિત કરવામાં આવી હતી. અને ત્યાર બાદ એક ખાડો ખોદીને તેમાં દાટી દેવામાં આવી હતી. જેના કારણે લોકોને થોડી રાહત મળી હતી.

કચરો અને ફેક્ટરીનું ગંદુ પાણી ગોમતીમાં છોડવામાં આવે છે: સુત્રો

સુત્રોના જણાવ્યા પ્રમાણે નજીકના કારખાનાઓમાંથી મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે, આ ઉપરાંત ફેક્ટરીનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. એક તરફ સરકાર નદીઓને સ્વચ્છ કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, તો બીજી તરફ ફેક્ટરીઓમાંથી નીકળતું ગંદુ પાણી નદી છોડવામાં આવી રહ્યું છે. કારખાનાઓ દ્વારા ગોમતી નદીના પ્રવાહ અને પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જે માનવ જીવન માટે અભિશાપ બની શકે છે.


Google NewsGoogle News