સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર મૂક-બધિર વકીલે કરી દલીલો, આ સુનાવણી જોઇને લોકો થયા આશ્ચર્યચકિત, જાણો CJI કેવી રીતે સમજ્યા સાંકેતિક ભાષા

સારા સની દેશના પ્રથમ મૂક-બધિર વકીલ છે. તેઓ જન્મથી જ બધીર છે.

માતાપિતાની આ સંતાન ઇતિહાસ રચવામાં સફળ રહી છે. દ્રઢ વિશ્વાસ અને મહેનતથી સારાએ વકીલાતના ક્ષેત્રમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર મૂક-બધિર વકીલે કરી દલીલો, આ સુનાવણી જોઇને લોકો થયા આશ્ચર્યચકિત, જાણો CJI કેવી રીતે સમજ્યા સાંકેતિક ભાષા 1 - image


New Delhi: સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત કોઈ મૂક-બધિર  વકીલે સાઈન ઈન્ટરપ્રીટરનો ઉપયોગ કરીને, સુપ્રીમ કોર્ટમાં કેસની દલીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના મધ્યસ્થીએ સાઈન ઈન્ટરપ્રીટરને સ્ક્રીન પર લાવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ જયારે આ કેસમાં દેશના મુખ્ય ન્યાયાધીશ-CJI ડી. વાય. ચંદ્રચુડે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન બહેરા મહિલા વકીલના દુભાષિયાને સ્ક્રીન પર જગ્યા આપવાનું કહ્યું હતું. ત્યારે આ બાબત વધુ સંવેદનશીલ બની હતી.  

કોર્ટમાં સક્રિયપણે ભાગ લેવા કરાયું અરેન્જમેન્ટ

આ મામલો 22 સપ્ટેમ્બર શુક્રવારનો છે. એક સામાન્ય સવારે દેશની સર્વોચ્ચ અદાલતની વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી હતી. પછી સ્ક્રીન પર એક નાનકડી બારી દેખાઈ, જેમાં એક વ્યક્તિ કોર્ટની કાર્યવાહીનું સાંકેતિક ભાષામાં અર્થઘટન કરતી દર્શાવતી હતી. ભારતીય સાંકેતિક ભાષા (ISL) દુભાષિયા, સૌરવ રોયચૌધરી, વિન્ડોમાં દેખાતા હતા, જેમની હાજરી રેકોર્ડ પરના એડવોકેટ સંચિતા ઈન દ્વારા ગોઠવવામાં આવી હતી. સંચિતાએ તેના બહેરા જુનિયર એડવોકેટ સારા સની માટે આ અરેન્જમેન્ટ કર્યું હતું. સંચિતા ઇચ્છતી હતી કે તેના જુનિયર બધિર  વકીલ સારા સની, કેસની સુનાવણીમાં તેનો પક્ષ રજૂ કરે અને પોતે કોર્ટ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે.

આવી સુનાવણી જોઇને લોકો થયા આશ્ચર્યચકિત

લાઇવ લોના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટના મધ્યસ્થીએ સાઈન ઈન્ટરપ્રીટરને સ્ક્રીન પર લાવવાનો ઇનકાર કર્યો હતો. જેમાં તેણીને કહ્યું કે દુભાષિયાને કોર્ટની કાર્યવાહીના સમગ્ર સમયગાળા માટે તેનો વીડિયો ચાલુ રાખવાની મંજૂરી આપી શકાતી નથી. જોકે, કેસની સુનાવણી કરી રહેલા CJI ડી. વાય. ચંદ્રચુડે દુભાષિયાને તેનો વીડિયો ચાલુ રાખવાની મંજૂરી આપી અને કહ્યું, "અલબત્ત, દુભાષિયા કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી." વર્ચ્યુઅલ કોર્ટરૂમમાં આ પહેલીવાર સુનાવણી થઈ રહી હતી. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

ન્યાયની સમાન વહેચણી બાબત CJI નું સમર્થન  

દુભાષિયા સૌરવની સૌરવ ગતિ જોઇને બધા લોકો અચંબિત થયા હતા. આ દરમ્યાન સોલીસીટર જનરલ તુષાર મહેતા પણ તેમના વખાણ કર્યા વગર રહી ના શક્ય. વખાણ કરતા તેમને કહ્યું કે જે સ્પીડથી દુભાષિયા સાઈન ઈન્ટરપ્રીટ કરીને સમજાવી રહ્યા છે, તે ખરેખર અદભુદ છે. ભારતની પ્રથમ પ્રેક્ટિસિંગ બધિર વકીલ સારા સનીએ દુભાષિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવા બાબતે ખુશી દર્શાવી હતી. તેમજ વિકલાંગ વ્યક્તિ સુધી ન્યાયની સમાનતા પહોચાડવ માટે સમર્થક ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડની પ્રસંશા કરી હતી. 

સારાએ કહ્યું કે, CJI એ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે અને વિશેષ રૂપથી વિકલાંગ લોકો માટે નવી તક ઉભી કરી છે. જોકે આ દલીલ સમયે સારા ત્યાં હાજર ન હતા પણ તેમને જણાવ્યું કે તેમન સીનીયર સંચિતા એ તેમન માટે એક નવો રસ્તો ખોલ્યો હતો અને તેમને એ સાબિત કરવાની કોશિશ કરી હતી કે શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ પણ કોઇથી પાછળ હોતા નથી. સારાએ બેંગલુરુની સેન્ટ જોસેફ કોલેજ ઓફ લો માંથી LLB કર્યું છે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News