સેક્સ સ્કેન્ડલમાં ફસાયા પછી જર્મની ભાગી ગયેલા પ્રજ્વલ રેવન્નાનું પહેલું નિવેદન, ‘31મીએ SIT સામે હાજર થઈશ’
Image: Facebook
Karnataka Sex Scandal Case: કર્ણાટક સેક્સ સ્કેન્ડલનો મુખ્ય આરોપી પ્રજ્વલ રેવન્ના 31 મે એ એસઆઈટીની સામે હાજર થશે. ઘટના સામે આવ્યા બાદથી પ્રજ્વલ રેવન્ના ફરાર છે. ગત દિવસોમાં જાણકારી સામે આવી હતી કે મામલો સામે આવ્યા બાદ તે વિદેશ ભાગી ગયો. પ્રજ્વલ રેવન્નાએ પોતાના નિવેદનમાં કહ્યું, મારા વિરુદ્ધ રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું. હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. અમુક શક્તિઓ મારા વિરુદ્ધ કામ કરી રહી છે કેમ કે હુ રાજકીય રીતે આગળ વધી રહ્યો છુ. 31 તારીખે સવારે 10 વાગે હુ SITની સામે હોઈશ અને સહકાર આપીશ. મને ન્યાયપ્રણાલી પર વિશ્વાસ છે. મારા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. મને કાયદા પર વિશ્વાસ છે.
પ્રજ્વલ રેવન્નાએ કહ્યું કે વિદેશમાં મારા ઠેકાણા વિશે યોગ્ય જાણકારી ન આપવા બદલ હું પોતાના પરિવારના સભ્યો, પોતાના કુમારન્ના અને પાર્ટી કાર્યકર્તાઓની માફી માગવા ઈચ્છું છું.
મે SITને પત્ર લખ્યો...
પ્રજ્વલે આગળ કહ્યું કે 26 તારીખે જ્યારે ચૂંટણી ખતમ થઈ તો મારા વિરુદ્ધ કોઈ કેસ નહોતો. SITની રચના થઈ નહોતી. મારા જવાના 2-3 દિવસ બાદ મે યુટ્યૂબ પર પોતાના ઉપર લાગેલા આ આરોપ જોયા. મે પોતાના વકીલ દ્વારા SITને પત્ર લખીને 7 દિવસનો સમય પણ માગ્યો.
CMએ કરી હતી રેવન્નાનો પાસપોર્ટ રદ કરવાની માગ
ગત દિવસોમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ કેન્સલ કરવાની માગ કરી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી. પોતાના પત્રમાં સિદ્ધારમૈયાએ આને શરમજનક ગણાવ્યું કે રેવન્નાએ આરોપ સામે આવવાના તાત્કાલિક બાદ અને તેના વિરુદ્ધ પહેલો કેસ નોંધાયા પહેલા દેશ છોડવા માટે પોતાના રાજદ્વારી પાસપોર્ટનો ઉપયોગ કર્યો.