PARAKH દ્વારા રાજ્યોની શૈક્ષણિક સિદ્ધી અંગે હાથ ધરાયો સરવે, 5 બિન ભાજપશાસિત રાજ્યો ન જોડાયા
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે આ સરવેનો ઉદ્દેશ્ય સ્કૂલના અભ્યાસ અને શીખવામાં સુધારાની જરૂરિયાતવાળા ક્ષેત્રોની ઓળખ કરવાનો છે
3 નવેમ્બરે આયોજિત આ સરવેમાં ભારતમાં બ્લોક સ્તરના ધો. 3, 6 અને 9ના વિદ્યાર્થીઓની શૈક્ષિણક દક્ષતા (educational competencies) નું આકલન કરવામાં આવ્યું હતું
NCEART હેઠળ આવતી પર્ફોમન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ (PARAKH) દ્વારા આયોજિત પ્રથમ સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સરવેમાં દેશના પાંચ રાજ્યોએ ભાગ લીધો નહોતો. આ રાજ્યોમાં બિન ભાજપશાસિત પક્ષોની સરકાર છે.
શું છે આ સરવેનો ઉદ્દેશ્ય?
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે આ સરવેનો ઉદ્દેશ્ય સ્કૂલના અભ્યાસ અને શીખવામાં સુધારાની જરૂરિયાતવાળા ક્ષેત્રોની ઓળખ કરવાનો છે. 3 નવેમ્બરે આયોજિત આ સરવેમાં ભારતમાં બ્લોક સ્તરના ધો. 3, 6 અને 9ના વિદ્યાર્થીઓની શૈક્ષિણક દક્ષતા (educational competencies) નું આકલન કરવામાં આવ્યું હતું.
સરવેમાં 80 લાખ સ્ટુડન્ટ્સ જોડાયા
આ વ્યાપક સરવેમાં દેશભરમાંથી 5,917 બ્લોકની ત્રણ લાખ સ્કૂલોના લગભગ 80 લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમાં 6 લાખ શિક્ષકો અને 3 લાખથી વધુ પ્રાદેશિક તપાસકારોને પણ સામેલ કરાયા હતા.
કયા રાજ્યો સરવેમાં ન જોડાયા?
અધિકારીઓએ કહ્યું કે આ સરવેમાં છત્તીસગઢ, દિલ્હી, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને પ.બંગાળને છોડીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.