Get The App

દિલ્હીમાં પરાજય બાદ AAPમાં પક્ષપલટો શરુ, MCDના 3 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં પરાજય બાદ AAPમાં પક્ષપલટો શરુ, MCDના 3 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા 1 - image


2 MCD AAP Councilors join BJP | દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. MCDના 3 કાઉન્સિલર ભાજપમાં જોડાઈ ગયા. તેમણે દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું. ભાજપમાં જોડનારા સભ્યોમાં દિલ્હી નગર નિગમના કાઉન્સિલર અનિતા બસોયા અને નિખિલ અને ધર્મવીર સિંહનો સમાવેશ થતો હતો. 



ભાજપ અધ્યક્ષે આપી માહિતી 

દિલ્હી ભાજપ્ના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અનિતા બસોયા વૉર્ડ 145 એન્ડ્રયૂઝ ગંજથી આપ કાઉન્સિલર હતી જ્યારે નિખિલ હરિનગર વૉર્ડ 183થી કાઉન્સિલર હતા. બંને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત આરકેપુરમ વૉર્ડના કાઉન્સિલર ધર્મવીર સિંહ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. બંનેની સાથે સંદીપ બસોયા પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે જે આમ આદમી પાર્ટી, નવી દિલ્હીના જિલ્લાધ્યક્ષ રહી ચૂક્યા છે.  

દિલ્હીમાં પરાજય બાદ AAPમાં પક્ષપલટો શરુ, MCDના 3 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા 2 - image


Google NewsGoogle News