પહેલા શિવસેના ને હવે પંજાબમાં અકાલી દળ સાથે શરૂ થયો નવો ‘ખેલ’, ભાજપની સાથી પક્ષો સાથે દગાખોરી
BJP Betraying Shiv Sena NCP Akali Dal: સંસદના ચાલુ સત્રથી 18મી લોકસભાની શરૂઆત થઈ ચૂકી છે. આ સંસદમાં ઘણાં એવા પક્ષો છે કે જેમનું સંખ્યાબળ પહેલા કરતા ઘટ્યું છે. અથવા તો નહિવત થઇ ગયુ છે. ત્યારે પંજાબમાં અકાલી દળે ભાજપ પર પક્ષ તોડવાનો આરોપ લગાવ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં શિરોમણિ અકાલી દળને પંજાબમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અકાલી દળ ફક્ત એક બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ ભટિંડાથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ચૂંટણીમાં હાર બાદ અકાલી દળની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થઇ રહ્યો નથી. પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓએ પક્ષના પ્રમુખ સુખબીર સિંહ બાદલના રાજીનામાની માંગ કરી છે. આ સંજોગોમાં પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો છે. એક તરફ સુખબીર બાદલનો જૂથ છે કે જે તેમને અધ્યક્ષ તરીકે રાખવા માંગે છે જ્યારે બીજો જૂથ પક્ષની કમાન બાદલ પરિવાર સિવાય બહારના નેતાને સોંપવા માંગે છે. આ દરમિયાન બાદલ જૂથના સમર્થકોએ ભાજપ પર પક્ષ તોડવાનો આરોપ લગાવ્યો છે.
હવે ઈડીથી લઈ સીબીઆઈનો દુરુપયોગ બંધ થઈ જશે? આ મહત્ત્વની નિમણૂકોમાં રહેશે રાહુલ ગાંધીની પણ ભૂમિકા
બાદલ જૂથના અકાલી દળના નેતા પરમજીત સિંહે કહ્યું કે, તેમણે લેખિતમાં નિવેદન આપ્યું છે. ભાજપ મારી સામે ગમે તે પગલા લઈ શકે છે, જો ભાજપને લાગી રહ્યું હોય કે આ ખોટો આરોપ છે તો હું તેમને ચર્ચા માટે બોલાવીશ અને હું સાબિત કરીશ કે ભાજપે અકાલી દળને તોડવા 'ઓપરેશન લોટસ' ચલાવ્યું હતું. ભાજપ બધાજ પ્રાદેશિક પક્ષોને નબળા કરીને ખતમ કરવા માંગે છે. અમે આવું નહીં થવા દઈએ. આ સ્થિતિમાં ચાલો જાણીએ સમગ્ર રાજનીતિક ઘટનાક્રમ....
રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનતા મોદી સરકાર સામે મોટો પડકાર, કેબિનેટ મંત્રી જેવો હોય છે આ હોદ્દો
સુખબીર બાદલે પક્ષની બેઠકમાં કર્યું શક્તિ પ્રદર્શન
લોકસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ પક્ષના કેટલાક નેતાઓ અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ સામે બળવો કરવાનું શરૂ કર્યું હતું. બળવાખોર નેતાઓએ સુખબીર સિંહ બાદલના રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ સુખબીર સિંહ બાદલે ચંદીગઢમાં પક્ષની ઓફિસમાં બેઠક બોલાવી. આ બેઠકમાં 33 જિલ્લા પ્રમુખો અને 96 ચૂંટણી પ્રભારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં સુખબીર બાદલે પક્ષની બેઠકમાં કહ્યું કે તેઓ અકાલી દળને બળવાખોરોના હાથની કઠપૂતળી નહીં બનવા દે. મારા વિરોધીઓને તેમના ઉદ્દેશ્યમાં સફળ થવા દઈશ નહીં. જે લોકો તેમની સાથે મળીને પંજાબને દગો આપી રહ્યા છે. તેઓ પોતાનો રસ્તો પસંદ કરવા માટે સ્વતંત્ર છે. તો ચાલો જાણીએ કે ભાજપનો પૂર્વ સાથી પક્ષ જ ભાજપ પર પોતાનો પક્ષ તોડવાનો આરોપ કેમ લગાવી રહ્યો છે.....
105 વર્ષ જૂના કાયદાથી લોકસભા બની, કઈ રીતે આવ્યું સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ
1997માં બનેલું ગઠબંધન 2019માં તૂટી ગયું
પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ 1997થી એકબીજાના સાથીદાર હતા. 2019માં કૃષિ બિલ મુદ્દે પંજાબમાં ખેડૂતોના વિરોધનો સામનો કર્યા બાદ શિરોમણી અકાલી દળે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. 2024માં બંને પક્ષ ફરીથી સાથે આવવાની અફવાઓ ઉડી હતી. પરંતુ એ શક્ય બન્યું નહી. ખેડૂતો અને જાટ શીખોમાં ભાજપ વિરુદ્ધ વાતાવરણ બનતાં અકાલી દળે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.
શિવસેના: 1996થી ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું. પરંતુ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદને લઈને થયેલી તકરારમાં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનથી અલગ થઇ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. 3 વર્ષ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પક્ષમાં બળવો કર્યો. તેઓ પક્ષના 39 ધારાસભ્યો સાથે પહેલા ગુજરાત અને પછી આસામ ગયા હતા. ત્યારબાદ મહાઅઘાડી સરકાર લઘુમતીમાં આવી અને ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું હતું. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે પાસેથી પક્ષનું ચિહ્ન છીનવી શિંદે જૂથને આપી દીધું હતું. ઠાકરેએ ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ પર પક્ષને તોડવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભાની 23 બેઠકો પર ચૂંટણી લડનાર ભાજપે આ ચૂંટણીમાં 9 બેઠકો જ જીતી શકી હતી.
લોકસભામાં વિપક્ષ નેતાનું પદ અપશુકનિયાળ? 14માંથી 13 નેતા ન બની શક્યા દેશના વડાપ્રધાન
એનસીપી: એનસીપી-મહાઅઘાડી સરકારના પતન બાદ એકનાથ શિંદે અને ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહ્યા હતા. પરંતુ તે દરમિયાન પક્ષમાં નેતૃત્વ ન મળવાથી નારાજ અજિત પવારે પક્ષના અન્ય નેતા છગન ભુજબળ અને પ્રફુલ પટેલ સાથે મળીને પક્ષને તોડી નાખ્યો. લોકસભાની ચૂંટણીમાં શરદ પવારને સહાનુભૂતિની લહેરનો લાભ મળતા એનસીપી(શરદ પવાર) 10 બેઠકો પર ચૂંટણી લડી અને 8 બેઠકો જીતી. જ્યારે અજિત પવારને ફક્ત 1 બેઠક જ મળી હતી. શરદ પવારે પણ પક્ષમાં થયેલા બળવા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું.
જેડીયુ: જેડીયુ- નીતિશ કુમાર મહાગઠબંધન અને એનડીએ સાથે રહી ચુક્યા છે. 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેક બાદ નીતિશ કુમારે એનડીએ સાથે સંબંધો તોડી નાખ્યો હતો. અને આરજેડી સાથે મળીને બિહારમાં સરકાર બનાવી હતી. 2015માં નીતિશે આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જેમાં ભાજપ હારી ગયું. 2019ની લોકસભા ચૂંટણી બાદ સરકારમાં નીતિશ કુમારે કેબિનેટ મંત્રી પદની માંગ કરી હતી. પરંતુ ભાજપે રાજ્યમંત્રીની ઑફર કરતા નીતિશને ગુસ્સો આવ્યો હતો. નીતિશે ભાજપ પર પક્ષને તોડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ નીતિશ કુમાર સપ્ટેમ્બર 2022માં એનડીએથી અલગ થઈ ગયા. આ પછી નીતિશે ઈન્ડિયા ગઠબંધનનો પાયો નાખ્યો હતો. પરંતુ લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા તેઓ ફરી એકવાર એનડીએમાં જોડાઈ ગયા.
વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યાં હાથ, સંસદમાં સર્જાયું આ દૃશ્ય, જાણો શું હતો મામલો