વસ્તી ગણતરી 2021નો પહેલો તબક્કો અને NPR અપડેશન સ્થગિત: ગૃહ મંત્રાલય
નવી દિલ્હી, તા. 25 માર્ચ 2020, બુધવાર
કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના લીધે NPRને અદ્યતન બનાવવા અને 2021ની વસ્તિ ગણતરીના પહેલાં તબક્કાને સ્થગિત કરી દીધો છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. બંન્ને પ્રક્રિયા એક એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે પૂર્ણ થવાની હતી.
ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બે તબક્કામાં પૂર્ણ કરવાનું હતું તેમાં પહેલા તબક્કા હેઠળ એપ્રીલથી સપ્ટેમ્બર દરમિયાન મકાનોની યાદી અને તેની ગણતરી કરવાની તથા 28 ફેબ્રુઆરી દરમિયાન વસ્તીન ગણતરી સામેલ હતી. અસમને છોડીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2021ની જનગણનાના પહેલા તબક્કા સાથે જ એનપીઆરને અદ્યતન કરવાનું પ્રસ્તાવિત હતું.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, કોરોના વાઈરસ મહામારીના પ્રકોપના લીધે કેન્દ્રની સાથે સાથે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નિવેદન અનુસાર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા 2021ની વસ્તી ગણતરીના પહેલા તબક્કા અને એનપીઆરને અદ્યતન કરવાનું આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.